તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપરત-એ-ખાક:પીર સૈયદની દફનવિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા; મીઠીરોહર ખાતે કચ્છ સહિતના વિસ્તારમાંથી અનુયાયીઓ ઉમટ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મીઠીરોહરના પીર સૈયદ અબ્દુલ કાદીર બાપુના નિધનથી સમગ્ર કચ્છ સહીત ગુજરાત તથા ગુજરાત બહાર વસતા તેમના અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી જન્મી હતી. મુસ્લિમ સમાજ નહી પણ અન્ય સમાજ ના હજારો લોકો ગુજરાત તથા ગુજરાત બહારથી તેમની બારગાહમાં મીઠીરોહર ખાતે આવતા અને પોતાના દુ:ખ અને તકલીફો રજુ કરતા પીર સૈયદ અબ્દુલ બાપુની દુવાઓ થી હજારો લોકોને એ તકલીફોથી પરેશાનીઓથી રાહત થતી મોટી સંખ્યામાં લોકોને કેન્સર સહીતની ગંભીર બીજી અનેક બીમારી઼થી રાહત મળી હતી. તેમના ચહેરાના દિદાર તા.9મીના રાત્રે મીઠીરોહર ખાનકાહ ખાતે રાખ્યા હતા, જેમાં પણ બિરાદરો જોડાયા હતા. જ્યારે જનાજા નમાજ તથા ખાકે સુપરત (દફનવિધિ) તા.10ના સવારે 8 કલાકે મીઠીરોહર ખાતે રાખવામાં આવી હતી. જેમાં મુસ્લિમ બિરાદરો સહિત અનેક કચ્છ સહિત અન્ય સ્થળેથી પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

પીર સૈયદ અબ્દુલ કાદિર બાપુના નિધન બદલ વિવિધ સમાજો અને સંસ્થાઓએ શ્રદ્ધાંજલિ અર્પી
મીઠીરોહરના અને સર્વધર્મના બહોળા અનુયાયીઓ ધરાવતા પીર સૈયદ અબ્દુલ કાદીર બાપુના નિધન બદલ વિવિધ સંસ્થાઓ અને સમાજોએ શ્રદ્ધાંજલિ આપી હતી. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી સુલતાન સોઢાએ પીર જણાવ્યું હતું તેઓની ખોટ જિલ્લાને સદાય વર્તાશે. અખિલ કચ્છ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજના પ્રમુખ હનીફબાવા પઢિયારે જણાવ્યું કે તેઓ સર્વ ધર્મના લોકોમાં આસ્થાનું સ્થાન ધરાવતા હતા. સમિતિના જિલ્લા ઉપપ્રમુખો સૈયદ રફીકશા બાપુ, હાજી આદમભાઇ પઢિયાર, ગાંધીધામ તાલુકા પ્રમુખ સૈયદ અભામિયા બાપુ, સૈયદ અનવરશા બાપુ(અંજાર), સૈયદ જિલાની બાપુ (કિડાણા), સૈયદ તાલિબ હુસેન (ખારીરોહર), સૈયદ મહેબુબશા બાપુ, ગનીભાઇ માજોઠી (ગાંધીધામ), હનીફ હારુન સોઢા, જિલ્લા મહામંત્રીઓ સતારભાઇ માજોઠી, અબ્દુલ રાયમા, હાજી અલી હાજી ભચુ સોઢા વગેરેએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભુજમાં ફાઉન્ડેશન વતી અનવર જુમ્મા નોડે, હરિસિંહ જાડેજા, તેજસ ક્ષત્રિય, મહેન્દ્ર બાયડ, કાસમ સમેજા વગેરેએ શોક વ્યક્ત કર્યો હતો. અંજારની ઇતિહાદુલ્લ મુસ્લેમિન-એ-હિન્દ સંસ્થા તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોએ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ, પ્રેરણાદાયી જીવન તેમજ સારા સ્વભાવને યાદ કરતા અંજલી અર્પણ કરી હતી. સંસ્થાના હાજી જુમા રાયમા, હાજી મોહમ્મદ આગરીયા, હાજી નૂરમામદ રાયમા, શાહનવાજ શેખ, યુસુફ સંઘાર, ઈકબાલભાઈ મંધરા, નાસીરખાન પઠાણ, રફીક બારા, અશરફ પાસ્તા વગેરેએ શોકની લાગણી વ્યક્ત કરી હતી તેમ સંસ્થાના પ્રમુખ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો