હુમલો:ભચાઉના ગદાસર તાળવ પાસે શ્રમિક પરિવારનું ઝૂંપડું સળગાવાયું

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરવખરી, 15 હજાર રોકડ મળી 50 હજારનું નુકસાન

ભચાઉ નજીક ગદાસર તળાવ પાસે આવેલી વાડીમાં રહેતા શ્રમિક પરિવારનું કુહાડી અને ધારીયું લઇને આવેલા બે જણાએ ઝૂંપડામાં આગ લગાડી ઘરવખરી તેમજ રૂ.15,000 રોકડ મળી કુલ રૂ.50 હજારનું નુકશાન પહોંચાડ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

ભોગ બનનાર પરિવારના 55 વર્ષીય બાલુબેન વીભાભાઇ કોલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઘટના ગત રાત્રે 11 વાગ્યાના અરસામાં બની હતી જેમાં મુળ આધોઇના હાલે હલરા રહેતા ગેલા ભચુભાઇ કોલી અને મંગા ગેલા કોલી તેમના ઝૂંપડામાં કુહાડી અને ધાિરયું લઇને આવ્યા હતા. ઝૂંપડાની અંદર અપપ્રવેશ કરી બન્ને જણાએ ઝૂંપડાને આગ ચાંપી દીધી હતી. આગમાં કપડા, ખાટલા, ગાદલા , રસોડાનો સરસામાન તેમજ ઘરમાં રાખેલી રૂ.15000 ની રોકડ રકમ સહિત કુલ રૂ.40 થી 50 હજારનું નુકશાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીનો પુત્ર દિકરી ભગાવી ગયો હોવાની શંકાને કારણે આ હુમલો કરાયો હોવાનું જણાવાયું છે. ભચાઉ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હાલ દિવાળીના સપરમા તહેવારો વચ્ચે શ્રમિક પરિવારનું ઘર ભષ્મીભૂત થતાં પરિવાર ઉપાધીમાં મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...