વેક્સિન કેમ્પ:લેખિકા અને સામાજિક કાર્યકરની સ્મૃતિમાં નિ:શુલ્ક વેક્સિન કેમ્પ યોજાયો

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજના વિવિધ વર્ગના આગેવાનો ઉપસ્થિત રહ્યા

સામાજિક કાર્યકર અને લેખિકા સ્વ.હેમલતાબેન મોતાની સ્મૃતિમાં પુસ્તક પરબ અને કર્તવ્ય ગ્રુપ દ્વારા રામબાગ હોસ્પિટલના સહયોગથી લર્નસ એકેડેમી ઈંગ્લીશ સ્કુલમાં નિ:શુલ્ક વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ પણ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.

પૂર્વ સાંસદ પૂનમબેન જાટે જણાવ્યું હતું કે, હેમલતાબેન એક નીડર સ્પષ્ટ વક્તા અને સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે સદા તૈયાર રહેનાર મહિલા હતા. અડીખમ મહિલા ગ્રુપના પણ તેઓ સક્રિય કાર્યકર્તા હતા. તેમની ખોટ સદા સાલશે. આ પ્રસંગે ડો. મધુબેન નાથાણી, રંજન શર્મા, મીનાબેન ગોસ્વામી, વર્ષાબેન સોલંકી, ભારતીબેન જાડેજા, ડિમ્પલ આચાર્ય વગેરે હાજર રહ્યા હતા. આયોજનમાં સતીષ મોતા, સુરેશભાઈ લાલવાણી, હંસરાજ કીરી, કરસનભાઈ મ્યાત્રા વગેરે રહ્યા હતા. ડો. દિનેશ સુતરીયા, ડો.આદિલ કુરેશી અને વિનોદભાઈ તથા તેમની ટીમ દ્વારા સહયોગ પુરો પાડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...