આયોજન:કોરોના સામે વિજેતા દર્દીઓ માટે ફ્રી ફીઝીયોથેરાપીસ્ટ કેમ્પ યોજાયો

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેવીસી ટ્રસ્ટ અને ફીઝીયોથેરાપીસ્ટ એસો.નું પગલું

જેવીસી ટ્રસ્ટ અને ફીઝીયોથેરાપીસ્ટ એસોશિયેશન દ્વારા કોરોના સામે જીતેલા દદીઁઓ માટે નિ:શુલ્ક ફીઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેવીસી ટ્રસ્ટ અને ગાંધીધામ ફીઝીયોથેરાપીસ્ટ એસોશિયેશન દ્વારા કોરોના સામે જીતેલા દદીઁઓ માટે નિ:શુલ્ક ફીઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંસ્થા પ્રમુખ યોગેશકુમાર સોની, પારૂલ સોની, મુખ્ય અતિથિ ડો. સુનિતા દેવનાની, ડો. પ્રિયાંક સોની, અતિથિ વિશાલ ગોયલ, મનીષા ગોયલ, કોરિયોગ્રાફર સેન્ડી બિરલા, રાહુલ ચંચલાની-મોડલ, ચેતનભાઈ મહેતા અને સેવા આપનાર કોરોના યોદ્ધા એવા ડોક્ટર ટીમ સાથે મળીને દિપ પ્રાગટય કરી તેમજ મંદિરનાં મહંતના આશીઁવાદ લઈ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.

આ કેમ્પ માં મુખ્યત્વે ડો. પ્રિયાંક સોની , ડો. ઋષિકેશ ઠક્કર, ડો. દીપ ઠાકર, ડો. હિરલ આલીયાની એ કોરનાને માત આપેલાઓને શ્વાસમાં તકલીફ, શરીરમાં પહેલાં જેવી સ્ફુરતી ન અનુભવે, રોજિંદા જીવનમાં કામકાજમાં થાક અનુભવતા હોય તેવા લોકોને નિ:શુલ્ક માગૅદશૅન તેમજ સારવાર આપવામાં આવી હતી, તેમાં ડો. મૂકેશ ભાટીયા, ડો. યોગેશ આલીયાની, ડો. દિજ્ઞેશ આચાયૅ,ડો. તન્વી, ડો. ટવીન્કલ,અને ડો. પ્રાથૅનાએ સહકાર આપ્યો હતો. નિદાન બાદ જરૂરિયાત જણાય તેઓને જેવીસી ટ્રસ્ટ દ્રારા સ્પાયરોમેટ્રી મશીનનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...