આગ:આદિપુર જીઆઈડીસીમાં ટ્રાન્સફોર્મર રિપેર કરતી પેઢીમાં આગ ફાટી નીકળી

ગાંધીધામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદિપુરના 1એમાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાં વીધુત ટ્રાન્સફોર્મર પેઢીમાં બુધવારના સાંજે એકાએક આગ લાગી ગઈ હતી. સુત્રોએ જણાવ્યું કે 4 વાગ્યાના અરસામાં ટ્રાન્સફોર્મર્સમાં કામ લાગતા કોપર વાયર રોલના જથ્થામાં આગની શરૂઆત થઈ હતી, જે સંભવિત શોર્ટ સર્કિટથી લાગી હોઇ શકે. આગે જોત જોતામાં મોટુ સ્વરુપ લઈ લેતા નગરપાલિકા, ડીપીટી, કંડલા ટીમ્બર, વોપાક, વેલસ્પનની એમ 5 અગ્નીશમન દળ દ્વારા પાણીનો મારો ચલાવાયો હતો.

આજ સ્થળ પર પીજીવીસીએલ ઉપયોગમાં લેતા ટ્રાન્સફોર્મર્સનું રીપેરીંગ પણ થતું હોવાથી આગની ગંભીરતા વધુ હતી. આગ પર સત્વરે કાબુ લાવવા પાકા ઢાંચા તોડી અને પાછળના વિસ્તારોથી પણ પાણીનો મારો ચલાવાયો હતો. મોડી રાત સુધીમાં આગ પર કાબુ લવાયો હોવાનું તેમજ કોઇને ઈજા ન પહોંચી હોવાનું જાણવા મળે છે. સ્થળ પર ફાયર સેફ્ટીની કેટલી વ્યવસ્થા હતી અને સંશાધનો ઉપલબ્ધ હતા કે નહિ તેમજ યોગ્ય રીતે નિતી નિયમોનું પાલન થતું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ થવી જોઇએ તેવો મત પ્રવર્ત્યો હતો.

અન્ય સમાચારો પણ છે...