શોર્ટ સર્કિટ:વાંઢિયા પાસે કંપનીમાં ઓઈલ ભરેલા બેરલથી આગ ભભુકી, 5 લોકોને ઈજા

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના સામખિયાળી હાઈવે પાસે આવેલી કંપનીમાં બેરલમાંથી આગ ભભુકતા 5ને સામાન્ય ઈજા થઈ હતી.

સામખિયાળી પોલીસ સ્ટેશને વાંઢીયા ગામની હદમાં આવતી કમલા ઓર્ગેનિક કંપનીના એચઆર મેનેજરે નોંધ કરાવતા જણાવ્યું કે બુધવારના સવારે 9 વાગ્યાના અરસામાં ઓઈલ ભરેલા બેરલમાં શોર્ટ સર્કિટના કારણે તણખા પડ્યા હતા. જેથી તેમાં આગ લાગી ગઈ હતી, આસપાસથી તેને બુઝાવવાના પ્રયાસમાં લોકો, શ્રમિકો લાગતા પાંચને સામાન્ય ઈજા પહોંચી હતી, તો એક પીઠમાં દાઝી ગયો હતો. ઘટના બાદ આગ તુરંત કાબુમાં આવી ગઈ હતી, ઘટનામાં 35 હજાર જેટલાનું નુકશાન પહોંચ્યાનું પણ જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...