તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ભચાઉ પાસે બે ટ્રેઇલર અથડાતાં એક ચાલકનું મોત

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉના કસ્ટમ પુલીયા પાસે આગળ જઇ રહેલા અજાણ્યા વાહનમાં પાછળ આવી રહેલું ટ્રેઇલર અથડાતાં ગંભીર ઇજા પહોંચવાને કારણે ટ્રેઇલર ચાલકે સારવાર દરમિયાન દમ તોડ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

મૂળ બિહાર સોનપુરના હાલે મુન્દ્રા અદાણી વિલમારમાં ગાડી ચલાવતા રણજિતકુમાર રામઅયોધ્યા રાયે ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પિતરાઇ ભાઇ 25 વર્ષીય રામધની લક્ષ્મણરાય યાદવ મુન્દ્રા પોર્ટથી તા.28/7ના રોજ મોરબી જઇ રહ્યા હતા ત્યારે કસ્ટમ પુલીયા પાસે આગળ જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે અચાનક બ્રેક મારતાં તેમના ટ્રેઇલરના બ્રેક ન લાગતાં આગળ જતા વાહનમાં અથડાતાં પોતાની ગાડીનું જ સ્ટિયરિંગ પેટમાં લાગતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ દાખલ કરાયા હતા જ્યાં તા.1/8 ના સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. અંતિમ વીધીમાં રોકાયેલા હોવાને કારણે આ ફરિયાદ મોડી દાખલ કરાઇ હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...