તપાસ:દિલ્હીના બિઝનેસમેનને પહોંચવાનો હતો મુંદ્રામાં ઝડપાયેલો 3 ટન હેરોઈનનો જથ્થો

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • NIAએ તપાસને હાથમાં લીધા બાદ દિલ્હીના રિસીવરને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા
  • અગાઉ મુંદ્રામાં​​​​​​​ આવેલો કાર્ગો જ્યારે અટક્યો હતો, ત્યારે તાત્કાલીક 3 લાખ હવાલાથી મોકલ્યા હતા

મુંદ્રા પોર્ટ સ્મગલિંગ કેસની તપાસ એનઆઈએ દ્વારા હસ્તાતરીંત કરાયા બાદ આ કન્સાઇમેન્ટ ખરેખર તો દિલ્હીના એક બિઝનેસમેનને જવાનું હોવાનું બહાર આવી રહ્યું છે. સુત્રોનું માનીયે તો આજ શખ્સે અગાઉ પણ આવેલા આ પ્રકારના કન્સાઇમેન્ટ રીસીવ કર્યા હતા. અને અગાઉ જ્યારે આજ આયાતકારી પેઢીનું સંભવિત રીતે ડ્રગ્સ ધરાવતું કન્સાઇમેન્ટ મુંદ્રા પોર્ટમાં અટક્યું હતું ત્યારે ત્રણ લાખ રુપિયા મોકલીને તેને પાસ કરાવવા મદદ કરી હતી.

મુંદ્રા પોર્ટ પર 3 હજાર કિલો હેરોઈનનો જથ્થો કે જેની કિંમત 21 હજાર કરોડથી વધુ થાય છે, તે ઝડપ્યાને એક મહિનો થવા આવી રહ્યો છે, હવે તેની તપાસ ડીઆરઆઈથી એનઆઈએ સુધી અને મુંદ્રા થી દિલ્હી સુધી પહોંચી ગઈ છે. ગતરોજ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી આ તપાસને લીડ કરશે તેવી જાહેરાત થવા સાથે દિલ્હીના એક બિઝનેસ મેનની તલાશ ચાલી રહી હોવાના અહેવાલો સામે આવવા લાગ્યા હતા. કુલદીપ નામક આ શખ્સજ મુંદ્રામાં ઝડપાયેલો જથ્થો મેળવવાનો હતો,અને ત્યાંથી બધે ડીસ્ટ્રીબ્યુટ કરતો હોવાનું મનાય છે.

અગાઉ પણ જ્યારે આ પ્રકારનું કન્સાઇમેન્ટ મુંદ્રા પોર્ટમાં કસ્ટમના નાક નીચેથી નિકળી ગયેલું ત્યારે આયાતકાર સુધાકરને કોઇ રીતે કાર્ગો ફસાઈ જતા રૂપિયાની જરૂર પડતા હવાલાથી ત્રણ લાખ જેટલી મદદ પહોંચાડી હોવાનું તપાસમાં ખૂલ્યું હોવાના પણ અહેવાલ છે. તેને તેમજ અન્ય સબંધીતોને પકડવા એનઆઈએ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે. અત્યાર સુધી આયાતકાર દંપતી, 6 અફઘાનિ, એક ઉઝબેક સહિત કુલ 10 જેટલા લોકોની ધરપકડ થઈ ચુકી છે.

‘ટાલ્ક’ નામનું વોટસઅપ ગૃપ મળ્યુ, કુલદીપ આખા દેશમાં ડ્રગ્સ વિતરણ કરતો હતો
તપાસમાં એક ‘ટાલ્ક’ નામક વોટ્સઅપ ગૃપ મળી આવ્યું હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. જેના આધારે તપાસ આગળ વધી રહી છે.નોંધવુ રહ્યું કે જે કાર્ગો ઈમ્પોર્ટ કરાયો હતો તે ‘ટોલ્ક પાવડર’ ના નામેજ આયાત થયો હતો. જેમાં તે સીવાય હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તો આજ શખ્સ ડ્રગ્સને દિલ્હીમાં મેળવીને દેશના વિભીન્ન ભાગોમાં વિતરણ કરવાનું કામ કરતો હોવાનું મનાય છે.

અન્ય સમાચારો પણ છે...