તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંભાવના:અરેબીયન સમુદ્રમાં આ સપ્તાહમાં ચક્રવાત આકાર લેશેઃ જે કચ્છને અસર કરી શકે છે!

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લક્ષદિપ, મહારાષ્ટ્ર, ગોવા સહિતના રાજ્યોમાં આગામી સપ્તાહમાં વરસાદથી આગાહિ કરાઈ
  • 14મીના સાયક્લોન બનશે અને 20 મેના કચ્છપરથી પસાર થવાની સંભાવનાઃ તજજ્ઞો

2021ના પ્રથમ સાઈક્લોનની આગાહી ભારતના મૌસમ વિભાગે કરી નાખી છે. જે આગામી સપ્તાહે સંભવીત રીતે કચ્છ પર અસર કરી શકે છે. સુત્રોનું માનીયે તો આ સાઈક્લોનનો માર્ગ કચ્છ પરથી, કચ્છને સ્પર્શીને આગામી 20ની આજુબાજુ પસાર થઈ શકે છે.

ભારતના મૌસમ વિભાગના સતાવાર સુત્રોના જણાવ્યા અનુસાર ભારતના અરેબીયન સમુદ્રમાં સમુદ્ર, પવન અને તાપમાનના સર્જાયેલા સમીકરણોના કારણે ચક્રવાત જેવું વાવાઝોડુ પેદા થાય તેવી સંભાવના ઉભી થઈ છે. સતાવાર માહિતી અનુસાર ૧૪મીમે ના સવારે ડિપ્રેશનના સ્વરુપમાં રહેલું કલ્સ્ટર વાવાઝોડા કે ચક્રવાતનું સ્વરુપ ધારણ કરીને ઉતર દિશાએ પ્રયાણ શરૂ કરશે. જે ગુજરાત, કચ્છ અને પડોશી દેશને 19 કે 20 મેના સ્પર્શી શકે છે.

હાલમાં લક્ષદિપ, મહારાષ્ટ્ર અને ગોવા જેવા રાજ્યોમાં આ સંભાવનાના પગલે જે તે દિવસોમાં માછીમારોને દરીયો ના ખેડવા અને ભારે વરસાદ આવવાની આગાહી કરી દેવાઈ છે. પ્રાથમિક સંભાવનામાં અરેબીયન સમુદ્રમાં 16મીના 6 થી 9 મીટરની ઉંચાઈ ધરાવતા મોજા આવી શકે છે તેમજ 40 થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પણ પવન ફુંકાઈ શકે છે.

રાપર શહેર અને તાલુકામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં: ખેડૂતો બન્યા ચિંતિત
કચ્છમાં છેલ્લા 15 દિવસથી કોઇને કોઇ જગ્યાએ કમોસમી વરસાદી ઝાંપટા પડી રહ્યાં છે. ચારેક દિવસના વિરામ બાદ મંગળવારે રાપર શહેરમાં સાંજે 5.30 વાગ્યાના આસપાસ ભારે પવન સાથે કમોસમી ઝાપટું વરસતા ઠંકડ પ્રસરી હતી. શહેરના દેનાબેંક ચોક, સલારી નાકા, આથમણા નાકા વિસ્તારમાં પાણી વહી નીકળ્યા હતાં. તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...