અભિયાન:શહેરના 13 વોર્ડમાં સફાઇ અભિયાન હાથ ધરાશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોદીના જન્મ દિન નિમિત્તે કરાશે કાર્યવાહી
  • 21મી ઓક્ટો. સુધી બાવળીયા દૂર કરવાની કવાયત

ગાંધીધામ નગરપાલિકા દ્વારા વડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તેતા.17થી 21મી ઓક્ટોબર સુધી સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. 13 વોર્ડમાં તબક્કાવાર કરવામાં આવેલા આયોજનમાં બે જેસીબી, 4 ટ્રેક્ટર ભાડે રાખીને મુખ્ય રસ્તા, અન્ય રસ્તાના વેસ્ટ મટેરીયલ, ઝાડી ઝાંખરાનો નિકાલ વોર્ડ વાઇસ શરૂ કરવામાં આવશે. આરંભ થનાર આ સફાઇ અભિયાન બાદ શહેરને ચોખ્ખુ ચણાક બનાવવાની દિશામાં પગલા ભરાશે તેમ જણાય છે.

વોર્ડ નં.1થી 13ના મુખ્ય રસ્તા પરના વેસ્ટ મટેરીયલ, બાવળીયાના નિકાલની ઝૂંબેશ કરવામાં આવશે. દરેક વોર્ડમાં પાંચ- પાંચ દિવસ સુધી કરાયેલા આયોજનમાં આરંભ તા.17ના સવારે 9 કલાકથી વોર્ડ નં.1 આદિપુર બોય્સ હોસ્ટેલ સામે, ગોપાલ સ્ટેડિયમથી અને 9.30 કલાકે વોર્ડ નં.13ના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેથી અભિયાન શરૂ કરવામાં આવશે. વોર્ડ વાઇસ સફાઇ ઝુંબેશનું મોનીટરીંગ સેનિટેશન કમિટિના ચેરમેન કલમ શર્મા, પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે. તબક્કાવાર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જેને લઇને જો વ્યવસ્થિત ઝૂંબેશ થશે તોશહેરના મુખ્ય રસ્તાઓ કે અન્ય સ્થળો પર જે બાવળીયાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તે દૂર થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...