ક્રાઇમ:મોર્નિંગ વોકમાં નિકળેલા મહિલાના ગળામાંથી 85 હજારની ચેન ખેંચાઇ

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે ગળપાદર પાસે બનેલી ઘટનામાં બે બાઇકર વિરૂધ્ધ ગુનો નોંધાયો

ગળપાદર પાસે બીએસએફ કેમ્પ સામે વહેલી સવારે વોકિંગમાં નિકળેલા મહિલાના ગળામાંથી રૂ.85 હજારની કીંમતની સોનાની ચેન ખેંચી બાઇક પર આવેલા બે ઇસમોએ ચેનસ્લેજિંગની ઘટનાને અંજામ આપ્યો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

ગળપાદરના આર્મી કેમ્પ સામે ભવાનીનગરમાં રહેતા ગીતાબેન દિનેશભાઇ વાળા આજે વહેલી સવારે નિત્યક્રમ મુજબ વોકિંગમાં નિકળ્યા હતા. તેઓ બીએસએફ કેમ્પ સામે પહોંચ્યા ત્યારે સવારે 7:45 ના અરસામાં પાછળથી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ બાઇક તેમની સાવ નજીક લઇ આવી પાછળ સવાર ઇસમે તેમના ગળામાં પહેરેલી રૂ.85,500 ની કિંમતની દોઢ તોલાની સોનાની ચેન ખેંચી પળવારમાં પલાયન થઇ ગયા હતા આ બાબતે ગીતાબેને પ્રથમ તેમના વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલા પુત્ર રાહુલભાઇને જાણ કરતાં તેઓએ આ બાબતે બે ઇસમોએ વોકિ઼ગમાં નીકળેલા તેમના માતાના ગળામાંથીસ બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ ચેનસ્લેજિંગની ઘટનાને અંજામ આપ્યો હોવાની ફરિયાદ અે-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. પીએસઆઇ એન.વી.રહેવરે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.

રાત્રે અંધારામાં બાઇકર ગેંગ ચીલઝડપ અને લૂંટના બનાવને અંજામ આપતી હતી હવે તો સવારે પણ તેઓ આવી ઘટનાને અંજામ આપતાં ખચકાતા નથી તે ચીંતાજનક બાબત છે. આ બનાવે પોલીસ સમક્ષ પડકાર ઉભો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...