ચીલ ઝડપ:અંજારમાં મહિલાના ગળામાંથી 60 હજારની ચેઇન ખેંચાઇ

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના જેસલ તોરલ મંદિર બહાર બાઇક પર આવેલા શખ્સે ચીલ ઝડપને અંજામ આપ્યો

અંજારના જેસલ તોરલ મંદિર પાસે બાઇક પર સવાર ઇસમે મહિલાના ગળામાંથી રૂ.60 હજારની સોનાની ચેઇન ખેંચી ચીલ ઝડપને અંજામ આપ્યો હતો. મદિના મસ્જિદ રોડ પર રહેતા હમીદાબેન સલીમભાઇ રાણા બપોરે જેસલ તોરલ મંદિર સામેથી જઇ રહ્યા હતા તેવામાં પાછળથી પૂર ઝડપે આવેલો બાઇક ચાલક તેમના ગળામાં પહેરેલી રૂ.60,000 ની કિંમતની સોનાની ચેઇન ખેંચી પલાયન થઇ ગયો હતો. આ ઘટના બની ત્યારે ટોળું એકઠું થઇ ગયું હતું.

ભર બપોરે બનેલી ઘટનાથી લોકોમાં હવે ભય ફેલાયો છે કારણ કે અંજારમાં ખત્રી બજારમાં પણ એક સાથે બે મહિલા સાથે ચીલ ઝડપ કરી હોવાની ઘટના બની હતી તો આવા બનાવો સમયાંતરે બનતા રહેતા હોવાને કારણે આ બાઇકર ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. હાલ હમીદાબેનની ફરિયાદના આધારે પોલીસે ચક્કો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...