ફરિયાદ:કંડલામાં કંપનીની સાઇટ પરથી 3.12 લાખનો કેબલ ચોરાયો

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવર સપ્લાય માટે કેબલ લગાવતી કંપનીના એન્જિનિયરે ફરિયાદ નોંધાવી

કંડલા પોર્ટથી ઇમામી કંપનીપાવર સપ્લાય માટે કેબલ નાખતી કંપનીની સાઇટ ઉપરથી તસ્કરો રૂ.3.12 લાખનો કેબલ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ એન્જિનિયરે કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી છે. ગાંધીધામ ભારતનગર રહેતા અને ટેકનિસિયસ એન્જિનિયરિંગ પ્ર.લી. કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા મનિષભાઇ ઓમપ્રકાશ પાંડેએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ કંડલા પોર્ટની જેટી નંબર 13 બાજુ જવામાટે આવેલા રસ્તા ઉપર ફાટક હોઇ તેની બાજુમાં કામ ચાલુ હતું રેલ્વે લાઇનની નીચેથી પાઇપ નાખી તેમાં કેબલ ફીટ કરી રેલ્વે લાઇન ક્રોસ કરી હતી.

અલગ અલગ ત્રણ પાઇપમાં ત્રણ કેબલ નાખેલા હતા આગળની લાઇન માટે 170 મીટર કેબલ પાઇપની બહાર પડ્યો હતો. તા.12/11 ના બપોરે 3 વાગ્યે તેઓ સાઇટ પર ચેક કરવા ગયા ત્યારે તે કેબલ હતો પરંતુ તા.13/11 ના રોજ સાડા બાર વાગ્યે હર્ષ બારોટ સાથે ચેક કરવા ગયા ત્યારે જે કેબલ પાઇપ બહાર ખુલ્લો મુકેલો હતો તે કાપેલા જોવા મળ્યા હતા. તપાસ કરતાં રૂ.1290 ની કિંમતના ભાવના એક મીટર વાયરથાય તેવો રૂ.3,12,000 ની કિંમતનો 242 મીટર કેબલ ચોરી થયો હોવાની કંડલા મરિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કંડલા વિવિધ ચોરીઓ માટે સતત પ્રકાશમાં આવતું રહે છે
કંડલા પોર્ટ દેશનો નંબર 1 પોર્ટ છે ઉપરાંત કંડલામાં અનેક કંપનીઓ તેમજ ઓઇલ તથા પેટ્રોલ ડિઝલના ટર્મીનલ આવેલા જેથી આ વિસ્તારમાં તસ્કરોનો સતત ત્રાસ રહ્યો છે. કંડલા ખાદ્ય તેલની ચોરી, પેટ્રોલ-ડિઝલ ચોરી, કેબલ ચોરી, કંપનીઓમાંથી સ્ક્રેપની ચોરી આ તમામ ઘટનાઓને કારણે સતત પ્રકાશમાંઆવતું રહે છે. પોલીસની સાથે આ વિસ્તારમાં અન્ય સુરક્ષા એજન્સી પણ રખાય તો આવા બનાવો અટકી શકે તેમ હોવાની ચર્ચાઓ પણ ઉઠી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...