વિમોચન:કચ્છની કંપનીઓએ કરેલી સીએસઆર પ્રવૃતિઓ અંગેના પુસ્તકનું વિમોચન કરાયું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ ઃ કચ્છમાં 1.5 લાખ કરોડનું રોકાણ આવ્યું
  • ​​​​​​​ઝડપી ઔદ્યોગિકીકરણ સાથે કોર્પોરેટ સામાજિક જવાબદારીથી કચ્છના જીવનધોરણમાં પરિવર્તન

કચ્છમાં સીએસઆર અંતર્ગત કરાયેલા કાર્યોનો ચિતાર આપતા પુસ્તકનું સીએમના હસ્તે વિમોચન કરાયું હતું.ભુકંપ બાદ કચ્છમાં 1.5 લાખ કરોડનું રોકાણ આકર્ષિત થયું, જેથી ચાર લાખથી વધુ લોકો માટે ત્યાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. આ સાથે જ ઔદ્યોગિકીકરણ સાથે સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) થકી CSR પ્રોજેક્ટ્સે શાળાઓનું નિર્માણ કરી, ક્લિનિક્સના વિકાસથી દ્વારા સ્થાનિક લોકોનું સ્વાસ્થ્ય, તેમની રોજગાર ક્ષમતામાં વધારો કરવા વિકાસ કાર્યક્રમો ઘડી શિક્ષણ માટે યોગ્ય સુવિધાઓ સાથે સુદ્રઢ સામાજિક માળખાના નિર્માણમાં સહાયક ભૂમિકા અદા કરાઈ છે.

કંપનીઓએ પશુપાલનનો વ્યવસાય ટકાવી રહે એ દિશામાં સ્થાનિકોને મદદ માટે પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. કંપનીઓએ પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો સુનિશ્ચિત કરવા, આખું વર્ષ લીલોછમ ચારો બનાવવા હાઇડ્રોપોનિક મશીનો દાનમાં આપવા અને ઘાસ ઉગાડવા ગામડાના પ્લોટ વિકસાવવા ઉદારતાથી દાન આપી રહ્યા છે.

કચ્છ માટે મહત્વપુર્ણ માછીમાર સમુદાય, હસ્તકલા ક્ષેત્રે પણ પ્લેટફોર્મ પુરુ પાડવાની દિશામાં કામ કરાયું છે. લોકોના સામાજિક-આર્થિક ઉત્થાનમાં કચ્છની આ કંપનીઓના કાર્યો કોફી ટેબલ બુકમાં સમાવાયું છે. સમાજના જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તનનો પરિચય આપતા આ પુસ્તકનું અનાવરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...