વિરોધ:મેજર પોર્ટ ઓથોરિટીના વિરોધમાં કાળો દિવસ મનાવાયો

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંસદમાં મેજર પોર્ટ ઓથોરિટી બીલ મુકવામાં આવ્યા પછી તેનો જુદા જુદા યુનિયનોએ વિરોધ કર્યો હતો. તેમ છતાં વિરોધને ગણકારવામાં આવ્યો નથી. ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન કંડલા દ્વારા આજે ફેડરેશને આપેલા આદેશ મુજબ કાળી પટ્ટી બાંધી એઓ બિલ્ડીંગ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત એઓ બિલ્ડીંગ સહિતના વિસ્તારમાં કાર્યરત કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી હતી. બંદર પર પણ વિરોધ કરવામાં આવ્યો હતો. કુશળ-અકુશળ અસંગઠીત સંગઠન દ્વારા પણ આવી જ રીતે કાળા દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...