તપાસ:ગળપાદર જેલ પાસે 16 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાધો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરકામ કરવાનું કહેતાં લાગી આવ્યું હોવાનું પ્રાથમિક કારણ

પૂર્વ કચ્છ જિલ્લા જેલ ગળપાદર જેલ પાછળ ક્રિષ્ના સોસાયટીમાં રહેતી 16 વર્ષીય કિશોરીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લઇ જીવનનો અંત આણી દેતાં અરેરાટી ફેલાઇ છે. એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગળપાદર જિલ્લા જેલ પાછળ આવેલી ક્રિષ્ના સોસાયટીમાં રહેતી 16 વર્ષીય નીધીબેન વિશાલસિંગ નામની કિશોરીએ ગત સવારે 9 થી 10 વાગ્યા દરમિયાન પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લઇ જીવન ટુંકાવી લીધું હોવાની ઘટના બાબતે મૃતક કિશોરીના પિતાએ આપેલી વિગતો રામબાગ હોસ્પિટલના તબીબે એ-ડિવિઝન પોલીસ મથકે જણાવી હતી.

આ 16 વર્ષીય કિશોરીએ કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું તે જાણવા પીએસઆઇ એન.વી.રહેવરે તપાસ હાથ ધરી છે. તેમણે જણાવ્યું હતું કે હજી પરિવાર આઘાત સાથે વીધીમાં રોકાયેલો હોવાને કારપે વધુ પુછપરછ કરી નથી શકાઇ પરંતુ ઘર કામ માટે કહેવાનું લાગી આવતાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક પુછપરછ દરમિયાન જણાવાયું છે જો કે તપાસ બાદ જ સાચું કારણ બહાર આવી શકે તેમ જણાવ્યું હતું. આ ઘટનામાં પ્રાથમિક પુછપરછમાં ઘરકામ માટે કહેવાનું લાગી આવતાં 16 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઇ લીધો હોવાનું બહાર આવ્યું છે ત્યારે સાવ સામાન્ય બાબતોમાં અંતિમ પગલું ભરી લેવાયા હોવાના બનાવો અગાઉ પણ અનેક બહાર આવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...