તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:સામખિયાળીમાં 15 વર્ષીય કિશોરે ગળે ફાંસો ખાધો

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામખિયાળીમાં 15 વર્ષીય કિશોરે લીમડાના ઝાડમાં ગળે ફાંસો ખાઇ લઇ આયખું ટુંકાવ્યું હોવાની ઘટના નોંધાઇ છે. શાંતિનગર ખાતે રહેતા શિવા મેરાભાઇ કોલીએ સાંઇ પાર્ક સોસાયટીમાં ગત બપોરે લીમડાના ઝાડમાં ગળે ફાંસો ખાઇ લઇ આયખું ટુંકાવી લીધું હતું. કિશોરે અંતિમ પગલું ભરી લીધું તેનું કારણ અકબંધ રહ્યું છે. આ બાબતે પીએસઆઇ એન.વી.રહેવરે જણાવ્યું હતું કે હાલ આ બનાવને કારણે પરિવારમાં માતમનું વાતાવરણ છે જેના કારણે કયા કારણોસર આ બનાવ બન્યો એ જાણવા મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...