DRI-કસ્ટમની કાર્યવાહી:કંડલામાં એલડીઓ લઈને આવેલા 100 કરોડના શીપને પણ જપ્ત કરાયું

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
કંડલા પોર્ટની ફાઇલ તસવીર
  • ગલ્ફ દેશોથી GTL પેરાફીન કહીને લાઈટ ડીઝલ ઓઈલનો 150કરોડથી વધુનો જથ્થો આયાત કરાયો હતો
  • નિકળવા તૈયાર 11 ટેન્કર સહિત કુલ 250 કરોડનો મુદામાલ સીઝ

ડીઆરઆઈ અને કસ્ટમ એસઆઈઆઈબી દ્વારા કંડલા અને મુંદ્રા પોર્ટમાં જીટીએલ પેરાફીનના નામે અલગ અલગ સમયમાં આયાત કરેલો 25હજાર ટનનો જથ્થો અટકાવીને તપાસ કરાતા લાઈટ ડીઝલ ઓઇલ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ 150કરોડનો જંગી જથ્થો સીઝ કર્યા બાદ હવે કંડલામાં તેને લઈને આવેલા ટૅન્કર વેસલ અને 11 ટેંકર ટ્રકને પણ સીઝ કરાયા છે. આમ આ કેસમાં જપ્તીનો કુલ આંકડો 250 કરોડને આંબી ગયો છે.

ગત એક મહિનામાં અલગ અલગ સમયે ડીપીટી, કંડલા અને મુંદ્રા અદાણી પોર્ટમાં ગલ્ફ દેશોથી જીટીએલ પેરાફીન લીક્વીડ હોવાનું ઓન પેપર દેખાડીને એલડીઓનો જથ્થો આયાત કરાયો હતો. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ અને સ્પેશ્યલ ઈન્ટેલીજન્સ, ઈન્વેસ્ટીગેશન બ્રાંચએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બન્ને પોર્ટ પર આયાત કરેલા જથ્થાને જ્યાં પણ હોય ત્યાં રુક જાવો નો આદેશ આપીને સેમ્પલીંગ કરાતા તેમાંથી એલડીઓજ હોવાની રિપોર્ટ આવી હતી. જેથી વેસલમાં, ટર્મીનલમાં તેમજ ટેન્જર ટ્રકમાં રહેલા કુલ 25 હજાર ટનથી વધુના જથ્થાને સીઝ કરી દેવાયો હતો. જેની કિંમત 150 કરોડ થવા જાય છે. તો આવીજ રીતે આ જથ્થાને કંડલામાં લઈ આવનાર તે ટૅન્કર શીપને પણ સીઝ કરાયું છે,જેની કિંમત 100 કરોડ જેટલી છે. એલડીઓના જથ્થા સાથે પોર્ટમાંથી બહાર નિકળવા માટે તૈયાર11 ટેંકર ટ્રકને પણ સીઝ કરાયા હતા, જેની દોઢ થી બે કરોડ જેટલી કિંમત ગણાવાઈ રહી છે. આમ કાર્ગો અને મુદામાલ મળીને આ પ્રકરણમાં અત્યાર સુધી કુલ જપ્ત સામગ્રીનો આંકડો 250કરોડને પાર કરી ગયો છે.

કંડલા-મુન્દ્રા ડીઝલ સીઝર, આયાતકારી પેઢીઓ, સીએચએની પૂછપરછનો દોર
કાર્ગો સીઝ થયા બાદ હવે આ પ્રકરણમાં આયાતકારી પેઢીઓ અને સંલગ્નો વ્યક્તિઓનો પુછપરછનો દોર પણ શરૂ થઈ ગયો છે. આ પ્રકરણમાં શહેરના નામી લોકોના નામી લોકોના સામેલ હોવાની સંભાવના છે. તો આયાતકારી પેઢીઓમાં ગાંધીધામ, અમદાવાદ સાથે મુંબઈ અને દિલ્હીની પેઢી આમેલ હોવાનું જાણવા મળે છે.

જહાજથી વિવાદીત કાર્ગો અનલોડ, ઓટીબીમાં લઈ જવાયું
એલડીઓનો જથ્થો લઈ આવેલા ટૅન્કર વેસલ પર કાર્યવાહી થતા વિવાદીત કાર્ગોને શીપ કંપની દ્વારા કંડલામાં અનલોડ કરી દેવાયો હતો. ત્યારબાદ સીઝર કરવામાં આવતા વેસલને ઓટીબીમાં લઈ જઈ ત્યાં લાગરવામાં આવ્યું હતું. નોંધવુ રહ્યું કે વેસલ જપ્તીનો ગત પાંચ વર્ષેમાં બનેલો આ બીજો બનાવ મનાઈ રહ્યો છે. 2016માં ડીઝલ ભરેલુ એક આખુ ટેન્કર વેસલ ઝડપાતા તેને સીઝ કરાયું હતું. તો મુંદ્રામાં તાજેતરમાં આવી કાર્યવાહિ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...