તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પૂર્વ કચ્છમાં એક શિયાળાની ઠંડી અને તેમાં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણીની તૈયારીઓ વચ્ચે પોલીસે દારૂના ધંધાર્થીઓ વિરૂધ્ધ તવાઇ જારી રાખી પાડેલા ગાંધીધામ, ફતેહગઢ અને અંજારના ભુવડની સીમમાં આવેલી વાડીમાંથી એમ ત્રણ દરોડામાં 1.54 લાખનો દારૂ ઝડપ્યો હતો પરંતુ આરોપીઓ પોલીસથી દરોડા સમયે છેટા રહ્યા હતા. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ કે.પી.સાગઠીયાએ વિગતો આપી હતી કે, ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમીના આધારે ટ્રાન્સપોર્ટનગરમાં આવેલા રાજન ઓટો સ્પેર પાર્ટ પ્રા.લી.ની પાછળ આવેલી ભંગારની કેબિનમાં તલાસી લેતાં તેમાં રાખેલી રૂ.96,000 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 264 બોટલો મળી આવી હતી
પણ ટ્રાન્સપોર્ટ નગરની બાજુમાં આવેલા ખોડિયારનગર વિસ્તારમાં રહેતા લીસ્ટેડ બુટલેગર તૈયબ ઓસમાણ રાયમા અને ઉંમર ફતેહમામદ રાયમા દરોડા સમયે હાજર મળ્યા ન હતા જેના વિરૂધ્ધ ગુનો નોંધી તેમને પકડવા ચક્કો ગતિમાન કર્યા હતા. તો રાપર પોલીસ મથકના પીઆઇ જી.એલ.ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત સાંજે પેટ્રોલિંગ દરમિયાન ફતેહગઠના નવાપરા વિસ્તારમા઼ રહેતા સમશેરસિંહ ઉર્ફે શિવાનસિંહ મહાદાનસિંહ પઢીયારના ઘરે લીસ્ટેડ બુટલેગર પ્રવિણ વિશા દરજી અને હનુભા કેશુભા જાડેજા આ ત્રણેએ સાથે મળી વરંડામાં વિદેશી શરાબનો જથ્થો રાખ્યો છે.
આ બાતમીના આધારે સમશેરસિંહ પઢિયારના ઘરે દરોડો પાડતાં વરંડામાં રાખેલા રૂ.23,680 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 એમએલની 48 બોટલ અને રૂ.1,800 ની કિંમતના 18 ક્વાર્ટરિયા મળી કુલ રૂ.25,660 નો દારુ મળી આવ્યો હતો પરંતુ લીસ્ટેટ બુટલેગર સહિત ત્રણે દરોડા સમયે છેટા રહ્યા હતા. તો ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે કિડાણાની ગાયત્રી સોસાયટીમાં રહેતા કાનાભાઇ અમરાભાઇ ભરવાડના રહેણાક મકાનમાં દરોડો પાડી રૂ.2,700 ની કિંમતના વિદેશી દારૂની 6 બોટલ અને રૂ.1,200 ની કિંમતના બિયરના 12 ટીન મળી રૂ.3,900 ના દારૂ-બિયર સાથે કાનાભાઇની અટક કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
પૂર્વ કચ્છ એલસીબીને બાતમી મળી હતી કે મુન્દ્રા રોડ પર ખેડોઈ સીમમાં આવેલ ભુવડ ગામે રહેતા બીજલભાઈ ગોવિંદભાઇ ઝરૂની કબ્જાની વાડીમાં એરંડાની આડમાં જમીનમાં અલગ અલગ જગ્યાએ અંગ્રેજી શરાબનો જથ્થો રાખવામાં આવ્યો છે. જે બાતમી આધારે દરોડો પાડવામાં આવતા પોલીસને આ વાડી માંથી રૂ. 29,500ની કિંમતની 79 ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ આરોપી ત્યાં હાજર ન હતો.
રાપરમાં ભઠ્ઠીમાંથી 6 હજારના મુદ્દામાલ સાથે બે જબ્બે
પૂર્વ કચ્છ એલસીબીની ટીમે રાપર વિસ્તારમાં વીરડાની આગળના વોકળા પાસે બાવળની જાડીઓમાં ધમધમી રહેલી દેશી દારુની ભઠ્ઠી પર દરોડો પાડી રૂ.2,800 ની કિંમતનો દેશી દારૂ બનાવવાનો 140 લીટર આથો, રૂ.800 ની કિંમતનો 40 લીટર તૈયાર દેશી દારૂ, રૂ.1,000 ની કિંમતના ગેસના બે બાટલા, રૂ.500 ની કિંમતના ગેસના બે ચુલા, રૂ.1500 ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂ.6,800 ની કિંમતના મુદ્દામાલ સાથે બળુભા સાહેબજી સોઢા અને ભરતભા હરીભા ગઢવીને પકડી લીધા હતા પરંતુ સાદુર વીરા કોલી હાજર મળ્યો ન હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.