તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:એક દિ’માં વાગડ પંથકમાંથી 9.26 લાખના કેબલની ચોરી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના લુણવા ગામની સીમમાં તસ્કરોએ એકજ રાતમાં ત્રણ વાડીને નિશાન બનાવીને 2.32 લાખના કેબલ ચોરીને અંજામ આપ્યો હતો. તો આજ વિસ્તારમાં નોંધાયેલી બીજી ફરિયાદમાં કુલ 6,94,712ની કિંમતના કેબલો ચોરાયાનું નોંધાયું હતું. એકજ દિવસમાં 9,26,712ની કેબલ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.

ભચાઉ પોલીસ મથકે રામાભાઈ વરચંદ (આહીર) એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તા.12/05ના રાત્રીના લુણવા ગામની સીમમાં આવેલી ફરિયાદીની તેમજ સાહેદ રસીલાબેન જેંતીલાલ સુરાણી, હંસારાજ સુરાણીની વાડીમાં લાગેલા સોલારનો કેબલ વાયર 5400 મીટર, જેની કિંમત 2.32 લાખ થાય છે, બીજી તરફ ભચાઉ પોલીસ મથકે રવજીભાઈ મકવાણાએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે 13/06ની રાત્રે તેમણે વાઘજીભાઈની વાડીએ આંટો મારીને બીજા દિવસે તપાસ કરી તો કેબલ કપાયેલા જોવા મળ્યા હતા. સર્વેયરોએ તપાસ કરતા કોશલ એનર્જી પ્રા.લી. કંપનીના સોલાર વાડીમાં સુર્યશક્તિ યોજનામાંથી લીધેલા સાત ક્નેક્શનો વાઘજી છાંગા, છાંગા ડેકાના ક્નેક્શનના સોલાર સીસ્ટમમાંથી એસી કેબલ 50 સ્કેવર કોપર કેબલ, તેની લંબાઈ કુલ 25 મીટર છે. અને 4 સ્કે. મી. ના 7 હજાર મીટર લાંબા ડી.સી. કેબલ, વિજયભાઈ ગામીની વાડીમાં કુલ 6,94 લાખના કેબલની ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...