તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:92 હજારનો ગેરકાયદેસર પ્રોટિન પાવડર ઝડપાયો

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1.76 લાખના બાથરૂમ ટોવેલનો જથ્થો મળ્યો, આદિપુરના મકાનમાંથી 2.68 લાખની મત્તા જપ્ત

આદિપુરમાં રહેણાક મકાનમાં પૂર્વ કચ્છ એલસીબીએ દરોડો પાડી છળકપટથી મેળવેલા રૂ.2.68 લાખના પ્રોટિન પાવડર અને કપડાના નેપકિન રૂમાલનો જથ્થા સાથે એકની અટક કરી હતી. આ બાબતે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, આદિપુરના વોર્ડ-3/બી વિસ્તારમાં પ્લોટ નંબર 169 માં રહેતા કિરણસિંગ ઉજ્જવલસિંગ કોચરે પોતાના રહેણાક મકાનમાં અંદર બનાવેલા સ્ટોર રૂમમાં ચોરી અને છળકપટથી મેળવેલા પ્રોટિન પાવડર અને નેપકિન રુમાલોના બોક્સ રાખેલા છે.

આ બાતમીના આધારે તેના મકાનમાં દરોડો પાડતાં ત્યાંથી રૂ.92,000 ની કિંમતનો લાબર્ડા મસલ માસ ગેઇનર કંપનીનો ચોકલેટ ફ્લેવરના પ્રોટિન પાવડરના 23 બોક્સ અને રૂ.1,76,000 ની કિંમતના રિટ્ઝ સીન્સ 1892 કંપનીના કિચન ટોવેલ્સના 44 બોક્સ મળી કુલ રૂ.2,68,000 નો શંકાસ્પદ જથ્થો મળી આવતાં કિરજ્ણસિંગ ઉજ્જવલસિંગ કોચરની અટક કરી વધુ તપાસ આદિપુર પોલીસને સોંપી હતી. આ કામગીરીમાં પીઆઇ દેસાઇ સાથે પીએસઆઇ બી.જે.જોષી અને એલસીબી સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો