તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિ-મોન્સુન અભિયાન:તા.9થી 14 સંકુલના જુદા જુદા વિસ્તારમાં વીજકાપ

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PGVCL દ્વારા પ્રિ-મોન્સુન અભિયાન
  • વોર્ડ 1-બી, 6-એબી સહિતના એરિયાનો સમાવેશ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી તા.9થી 14મી સુધી જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

શહેરમાં વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરીના સંદર્ભે મેન્ટેનન્સ કરવામાં આવનાર છે. તા.9ના નાગેશ્વર જેજીવાય ફિડરમાં આવતા ગળપાદર, વરસામેડી ગામ, બીએસએફ, વિશ્વ જ્યોતિ પેકેજીસ, તા.11ના વોર્ડ નં.1-બી, 2-બી, 4-એબી, શહેરી વિસ્તાર, તા.12ના અંકુર એચડીમાં આવતા ઓસ્વાલ એક્ષર્ટનલ, અંકુશ ચેમફુડ, અંતાઇ બાલાજી અને તા.14ના સાધુ વાસવાણીના વોર્ડ 6-એબી, ડીસી-3, સાધુ વાસવાણી કુંજ વિસ્તારમાં આવતા તમામ એરિયાનો સમાવેશ થાય છે. સવારે સાત કલાકથી 12 કલાક સુધી આ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

કામગીરી પૂર્ણ થતાં જ રાબેતા મુજબ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રિ-મોન્સુનની કામગીરી અંતર્ગત જે તે વર્ષોમાં કરવામાં આવતા ફિડરના રિપેરીંગ કે અન્ય મરંમતની કામગીરીમાં કેટલીક વખત કોઇ ત્રુટી રહેતા કરેલી કામગીરી વ્યર્થ જતી હોય છે .

અન્ય સમાચારો પણ છે...