તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની સમસ્યા:9-એ પાણીના ટાંકામાંથી ઉભરાતું પાણી અટકાવવા નગપાલિકા સરેઆમ નિષ્ફળ

ગાંધીધામ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકોને પીવાનું પાણી મળતું નથી અને મોંઘાભાવના પાણીનો બગાડ
 • 30 કરોડની નવીલાઇન નાખી છતાં લીકેજને લઇને ઠેર ઠેર પાણી વ્યર્થ જાય છે

9-એ પાણીના ટાંકામાંથી ઉભરાતું પાણી અટકાવવા નગપાલિકા સરેઆમ નિષ્ફળ
ગાંધીધામ નગરપાલિકાના પાણીના શિડ્યુલને લઇને પણ લોકોમાં કચવાટ છે. કેટલાક સ્થળો પર મોડી રાતે અથવા તો પરોઢીયે પાણી આવે છે અને જે તે સમયે પાણીનો વારો હોય ત્યારે પાણી ન આવે અને બીજા દિવસે આવતાં લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી મળતું ન હોવાને લઇને લોકોમાં કચવાટ છે. ત્યારે પાલિકાના પદાધિકારીઓ પાણીની પરીસ્થિતિ સુધરે તે માટે પ્રયત્ન કરે છે પરંતુ પાણીનો થઇ રહેલો બગાડ અટકાવવા સફળ થતા ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે. 9-એ પાાણીના ટાંકા સહિતના અન્ય સ્થળો પર બેફામ રીતે પાણીનો બગાડ થઇ રહ્યો છે. આમ છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી.

શહેરમાં પાણીની લાઇનના લીકેજ દૂર કરવા અગાઉ લાખો રૂપિયાનો ખર્ચ પાલિકાએ કર્યો છે. પાણીની નવી પાઇપલાઇન નાખવાની કામગીરી પણ અંદાજે 30 કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં નવી લાઇન નખાઇ પણ ગઇ છે. આમ છતાં પાણીના લીકેજને લઇને જે સુધારો થવો જોઇએ તે થયો હોય તેમ જણાતું નથી. પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીના ટાંકા ની સપ્લાયના સમયે તપાસ કરે તો પાણીનો કેટલો બગાડ થાય છે તેનું ચિત્ર જણાઇ આવશે.

સુંદરપુરીમાં પીવાનું પાણી ન મળતાં મહિલાઓએ પાલિકા કચેરી માથે લીધી
ગાંધીધામ નગરપાલિકા દ્વારા જુની સુંદરપુરી પ્રાથમિક શાળા વિસ્તારની પાછળના ભાગમાં રામાપીર મંદિર પાસે ગટરની લાઇનના નવા પાઇપ નાખવામાં આવતા પીવીસી પાણીની લાઇન દબાઇ ગઇ હતી. અથ‌વા તો તુટી ગઇ છે. જેને લઇને ચામુંડા ચોક, નજર ફળીયું, તલાવડી, મહેશ્વરી ફળીયું વગેરે વિસ્તારોમાં બે માસથી ગટર મિશ્રિત પાણી આવે છે. પાણીનો વારો હોવા છતાં પાણી આવતું નથી. આ અંગે આજે રહીશોએ પડઘો પાડવા પાલિકાના ઓએસ અને ઉપપ્રમુખને રજૂઆત કરીને તાકીદે પગલા ભરવા માગણી કરી હતી.

દૂષિત પાણીને લઇને પાણીજન્ય રોગો ફેલાવવાનો ડર પણ ઉભો થયો છે. બીજી તરફ મોંઘા ભાવના ખાનગી ટેન્કરો પાણીના મંગાવીને લોકોને રોડવવું પડે છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ઉભી થયેલી આ સ્થિતિમાં કોઇ સાંભળવા તૈયાર ન હોવાની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી છે. પાણીજન્ય રોગ ફેલાશે તો જવાબદારી પાલિકાની રહેશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે. મહિલાઓમાં પાણી મળતું ન હોવાને લઇને વ્યાપક રોષ હતો. જેનો પડઘો પાડવા ઉપપ્રમુખ બળવંત ઠક્કર અને ઓએસ અનિલ જોશીને ઉગ્ર રજૂઆતો કરાઇ હતી. આ રજૂઆતમાં જૂની સુંદરપુરી મહેશ્વરી સમાજના પ્રમુખ શીવજીભાઇ વીગોરા, લતીફ ખલીફા, નારણભાઇ જાટ વગેરે પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો