રાપર તાલુકાના ચિત્રોડ પાસે બોલેરોમાં આવેલા ચાર જણાએ ડમ્પર રોકી પોતે ક્રાઇમના માણસો હોવાનું કહી ચાલકનું અપહરણ કરી ડમ્પર સહીત કુલ રૂ.8.80 લાખની લૂંટ ચલાવી હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. રાપરના ફતેહગઢ રહેતા ડમ્પર ચાલક ભગવાનજી મુળાજી મારાજે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, આજે સાંજે 4:30 વાગ્યાના અરસામાં ફતેહગઢથી માટી ભરી મોરબી ખાલી કરવા જઇ રહ્યા હતા ત્યારે ચિત્રોડ પુલિયા પાસે સફેદ કલરની બોલેરોએ ઓવરટેક કરી તેમને રોક્યા હતા.
બોલેરોમાંસવાર ચાર જણા પૈકી બે જણાએ નીચે ઉતરી તું રોયલ્ટીના કાગળ લઇ ગાડી પાસે આવ અમે ક્રાઇમના માણસો છીએ કહેતાં તેઓ રોયલ્ટીના કાગળ લઇને બોલેરો પાસે ગયા તો ત્રણ જણાએ બોલેરોમાં બેસાડી ગાડી ભગાવી હતી એક ઇસમે તેમનું ડમ્પર લઇ રાધનપુર તરફ હંકારી ગયા હતા.
શિવલખા નજીક ઝાડીઓમાં લઇ જઇ છરીની અણીએ તારી પાસે જે રોકડ હોય તે આપી દેવા જણાવતાં ગભરાઇને તેમણે રૂ.40,000 આપ્યા હતા. રૂપિયા આપ્યા બાદ એક જણાએ થપ્પડ મારી તારૂ઼ કામ પતિ ગયું તું જતો રહે તેમ કહેતાં જીવ બચાવી તે ભાગ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આડેસર પોલીસ મથકે ડમ્પર અને રોકડ સહીત કુલ રૂ.8,80,000 ની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ બી.જી.રાવલે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.