તસ્કરી:આદિપુરના મેડિકલ સ્ટોરમાંથી 8 હજારની માલમત્તા ઉપાડી જવાઇ

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પડાણા પાસે રામદેવપીર મંદિરની દાનપેટી તોડી રોકડ ચોરાઇ
  • ગાંધીધામ​​​​​​​ સંકુલમાં ચોરીના વધી રહેલા બનાવોથી ત્રસ્ત થયા છે લોકો

આદિપુરના વોર્ડ-4/એ માં આવેલા મેડિકલ સ્ટોરમાંથી રૂ.8 હજારની માલમત્તાની ચોરીને અંજામ અપાયો હોવાની, તો પડાણા હાઇવે પર આવેલા રામદેવપીર મંદિરની દાનપેટી તોડી તસ્કરો રૂ.2000 રોકડ ચોરી ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

આદિપુરના વોર્ડ-4/એ માં આવેલી ઇફ્કો સોસાયટીમાં 24/એ નંબરના મકાનમાં રહેતા 65 વર્ષીય કનૈયાલાલ નરભેરામ કોટક પોતાના મકાન નીચે જ સાગર મેડિકલ સ્ટોર ચલાવે છે. તા.21/2 ના રોજ સવારે નિત્યક્રમ મુજબ નીચે આવ્યા ત્યારે તેમની દુકાનનું શટર ખુલ્લું હતું. સામાન વેરવિખેર પડ્યો હતો.

તપાસ કરી તો રૂ.2000 રોકડ,રૂ.5,000 ની કિંમતનો મોબાઇલ અને રૂ.1000 ની કિંમતના ડેરીમિલ્ક, કીટકેટ જેવી ચોકલેટના બોક્સ સહિત કુલ રૂ.8000 ની ચોરી થઇ હોવાનો ખ્યાલ આવ્યો હતો. ચોરી મોટી ન હોવાને કારણે તેમજ કામસર બહાર હોતાં આ બાબતે હવે ફરિયાદ નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

તો,ભારતનગર મુક્તાનંદ સોસાયટીમાં રહેતા અને પડાણા હાઇવે પર આવેલા રામદેવપીર મંદિરની સેવા પૂજા કરતા હિતેષભાઇ નારાણભાઇ ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ ચોરીનો બનાવ ગત રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા દરમિયાન બન્યો હતો.

જેમાં તેઓ આજે વહેલી સવારે નિત્યક્રમ મુજબ મંદિરે ગયા ત્યારે મંદિરના પ્રાંગણમાં ખુલ્લામાં મુકેલી દાનપેટી તૂટેલી જોવા મળી હતી. અંદાજે આ દાનપેટીમાં રૂ.1500 થી રૂ.2000 જેટલી રોકડ હોવાનું તેમણે જણાવી મંદીરમા઼ બીજે ક્યાંય નુકશાન ન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...