દરોડા:મહેશ્વરીનગર ઝૂંપડામાંથી 8 ખેલી 27 હજાર રોકડ સાથે જબ્બે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં જુગારના બે દરોડા, 12 શખ્સ પકડાયા
  • ટ્રાન્સપોર્ટનગર પાસે જુગટું રમતા ચાર 19 હજાર રોકડ સાથે ઝડપાયા

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકની ટીમે આજે બે દરોડા પાડી કુલ રૂ.46 હજાર રોકડ સાથે 12 જુગારીઓને પકડ્યા હતા. જેમાં મહેશ્વરીનગર ઝૂંપડા વિસ્તારમાંથી 8 ખેલી રૂ.27 હજાર રોકડ સાથે, તો ટ્રાન્સપોર્ટનગર નજીક જુગટું રમી રહેલા 4 જુગારી 19 હજાર રોકડ રકમ સાથે પકડી લેવાયા હતા.

એ-ડિવિઝન પોલીસ મથકની જુદી જુદી ટીમો પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મહેશ્વરી ઝૂંપડા વિસ્તાર પાસે પહોંચ્યા ત્યારે બાતમી મળી હતી કે રામદેવપીર મંદિર પાસે ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો જુગાર રમી રહ્યા છે ત્યા઼ દરોડો પાડી ગંજીપાના વડે જુગટું રમી રહેલા જયેશ રામસંગભાઇ રાઠોડ, દિનેશ પૂનમભાઇ ચૌહાણ, નરેશ ડાહ્યાભાઇ સોલંકી, મહેન્દ્ર મોજીરામ કુશ્વાહા, મુકેશભાઇ છગનભાઇ મકવાણા, કિશનભાઇ શંકરભાઇ મકવાણા, હરેશભાઇ કીશનભાઇ ચૌહાણ અને રાહુલ અશોકભાઇ પવૈયાને રૂ.27,190 રોકડ તથા રૂ.40,000 ની કી઼મતના 7 મોબાઇલ સહિત કુલ રૂ.67,190 ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેમના વીરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

તો ટ્રાન્સપોર્ટનગર પાસે આવેલી વિશ્વાસ હોટલ સામે પહોંચ્યા ત્યારે પાછળના ભાગે અમુક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી કોન્સ્ટેબલ દિનેશ માળીને મળતાં ત્યા઼ દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાજુભાઇ ચેલાભાઇ દેવીપૂજક, પીન્ટુ ચંપાલાલ રેગર, કરીમભાઇ ઉમરભાઇ હિંગોરજા અને ક્રીષ્ના શીવજી પાસવાનને રૂ.19,000 રોકડ તેમજ પટમા઼ પડેલી રૂ.1600 મળી કુલ રૂ.20,600 રોકડ રકમ સાથે પકડી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરાઇ હોવાનું પીઆઇ એચ.કે. હુંબલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...