આદિપુરના પ્રભુદર્શન હોલ ખાતે સિંધી સદાબહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિંધયત ડેની કળાત્મક રુપ થઈને ઉજવણી કરાઈ હતી.સિંધી ભાષાના તસલિમિ દિવસ એટલે કે ભારતના બંધારણ માં 8માં શિડ્યુલમાં 10/04ના 10.04.1967 ના રોજ શામેલ કરવામાં આવેલ , તેને સિંધી ભાષા દિવસ કે સિંધયત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે સપ્તાહ અગાઉથી કે.ડી. તોલાણી કેંદ્રમાં વર્કશોપ કરીને ગીત, સંગીત, સિંધી નાટકો તૈયાર કરાયા હતા, જેને 72 કલાકારોએ હાઉસ ફુલ હોલમાં પ્રસ્તુત કર્યા હતા.
આયોજનમાં મુખ્ય અતિથિ રૂપે કુમારભાઈ રામચંદાણી, ગેસ્ટ ઓફ ઓનર કમલેશભાઈ માયદાસાની, સુજાતા પ્રધાન, એચ.આર. ટેકચદાણી, હરેશ લાલચંદાણી, ઈશ્વર જ્ઞાન ચંદાણી વગેરેનું સન્માન મોહન ઉદાસી, રાજુ ઉદાસી, વાસુ ભંભાની, પ્રકાશ રામચંદાણી દ્વારા કરાયું હતું. તો કરિશ્મા માણી, શેવક લખવાણી, અશોક તલરેજા, ગુલભાઈ દરયાનીનું સન્માન ટ્રસ્ટી જે. વી. ગોપલાણી, દિલીપ ટેવાણી દ્વારા કરાયું હતું. સિંધી સેવા સમાજ અને એસએસસીટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા રોશન ગોપલાણી,અમીત અડવાણી, લવિના અડવાણી, પાયલ મેઘાણી, હીરાલાલ માંગલ્યા,એસ. વી. ગોપલાણી સહિતનાઓએ સહાયકો આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.