તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આદિપુરના મકાનમાંથી 70 હજારનો દારૂ મળ્યો

ગાંધીધામ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ભાડૂતને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા, દારૂનો જથ્થો ઉતાર્યાની બાતમી મળી હતી

આદિપુરના વોર્ડ-6/એ માં સ્થાનિક પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડ્યો હતો જેમાં રૂ.70 હજારની કિ઼મતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ તે મકાનમાં ભાડે રહેતો આરોપી હાજર મળ્યો ન હતો. આ બાબતે પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વિગતો આપી હતી કે, પોલીસ મથકની ટીમ ગત રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે જુમ્માપીર ફાટક પાસે પહોંચતાં બાતમી મળી હતી કે, વોર્ડ નંબર-6/એ મા઼ પ્લોટ નંબર 489 માં મકાન નંબર 4 માં રહેતા ભાડૂત સંજય ભૈરારામ ધવલેશાએ પોતે ભાડે રાખેલા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે.

આ બાતમી મળતાં જ તે મકાનમા઼ દરોડો પાડ્યો હતો જેમાં રૂ.70,800 ની કિંમતના ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની 156 બોટલો મળી આવી હતી પરંતુ દરોડા સમયે આરોપી સંજય ધવલેશા હાજર મળ્યો ન હતો. આદિપુર પોલીસે તેના વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો