તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશનને અગ્રતા:તાલુકાની 70% જનસંખ્યાને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળમાં વેક્સિનેશનની કામગીરીને જલદી આટોપવાના સરકારના અનેકવિધ પ્રયાસો છતાં ઓછી વેક્સિનની સપ્લાય સહિતના કારણોસર બાધાઓ આવી રહી હતી. પરંતુ આ તમામ વચ્ચે પણ ગાંધીધામ તાલુકો રસીકરણની પ્રક્રિયામાં ઉતમ કામગીરી દાખવી રહ્યું છે. સતાવાર સુત્રોએ જણાવ્યું કે ગાંધીધામ તાલુકામાં અત્યાર સુધી 70% લોકોને વેક્સિનનો ડોઝ અપાઈ ચુક્યો છે.

ગાંધીધામ તાલુકામાં 1.83 લાખ વેક્સિનના ડોઝ અપાઈ ચુક્યા છે. તાલુકાના 70% લોકોને વેક્સિનેશન કરાયું છે. અર્થાત, એવો વર્ગ વધુ છે જેમને વેક્સિન મળી હોય, તેના કરતા કે જેમને વેક્સિન નથી લાગી. ગાંધીધામ કોસ્મોપોલીટન શહેર હોવાના નાતે તેની વિવિધતાઓમાં વચ્ચે સેતુ બાંધવો એક કઠીન કાર્ય જરુર છે. પરંતુ સ્થાનિક વહિવટી તંત્ર તેનો સામનો કરી રહ્યો છે. નોંધપાત્ર છે કે વૈશ્વિક જોડાણ હોવાના નાતે સર્વાધિક કોરોના વાઈરસ ફેલાવવાની સ્થિત ગાંધીધામમાં મહદઅંશે કાબુમાં આવી શકે છે.

5 ઓક્સિજન પ્લાન્ટ સંકુલમાં તૈયારઃ 2 ના ઉદ્દઘાટનની જોવાતી રાહ
ગાંધીધામ સહિત સમગ્ર જિલ્લો અને દેશ સહિત આ મહામારીના કોઇ કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. ત્યારે તે માટે ગત અનુભવો માંથી શીખ લેવીજ એક વીકલ્પ બની છે. ગાંધીધામના વેપારી વર્ગ મોકળું મન રાખીને છુટા હાથ આ મહામારીનો સામનો કરવા માટે દાનની ગંગ વહેડાવી હતી. આમાના ત્રણ કાર્યરત થઈ ચુક્યા છે.

કોઇ નવો પોઝિટિવ કેસ તાલુકામાં નહિ, પરંતુ સચેત રહેવું આવશ્યક
છેલ્લા કેટલાક સમયથી કોરોનાન બીજી લહેર શાંત પડ્યા બાદ પણ આંકડાઓમાં આવતા ઉતાર ચડાવ આશ્ચર્યજનક બની રહ્યા છે. જેથી જિલ્લામાં નાગરિકોએ સાવચેતી રાખીને કોઇનું સંક્રમણ ન લાગે માટેના પ્રયાસો પણ આદર્યા હતા.

ક્યા કેંદ્ર પર કેટલું રસીકરણ ?

ઝંડા ચોક682
યુપીએચસી-2661
કિડાણા590
પીએચસી મીઠીરોહર590
એસડીએચ, ગાંધીધામ296
અર્બન હેલ્થ સેન્ટર, આદિપુર220
યુપીએચસી, આદિપુર 2218
યુપીએચસી, ગાંધીધામ1181
ગણેશનગર સ્કુલ135
અન્ય સમાચારો પણ છે...