કોરોનાએ વિવિધ ક્ષેત્રે પાયમાલી સર્જીને આર્થિક ફટકો ભલે પાડયો હોય પરંતુ નગર પાલિકાની વેરાની વસુલાતને લાગે વળગે ત્યાં સુધી લોકડાઉનની અસર પાલિકાને ફળી હોય તેવું જણાઈ રહ્યું છે.ગત વર્ષે જુન માસ સુધી વિવિધ વેરાની વસુલાત પાલિકાની તિજોરીમાં3.55કરોડની આવી હતી. આ વર્ષે તેમાં 70લાખનો વધારો થઈ4.25કરોડની વસુલાત થયાના અહેવાલ મળી રહ્યા છે.
કોરોનાના પગલે વ્યાપક અસર પડી હતી અને હજુ પણ જુદા જુદા ક્ષેત્રમાં કળ વળી નથી.કોરોનાના કહેરે લોકોને કમર તોડ ફટકો માર્યો છે.આ ફટકાને કારણે સામાન્ય વર્ગનું બજેટ આર્થિક રીતે ભાંગી નાખ્યું છે.શહેરના વિવિધ વિસ્તારોમાં પણ તેની વ્યાપક અસરના ઓછાયા હજૂ દુર થતા ધણો સમય લાગે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.દરમિયાન નગર પાલિકાની વાત કરવામાં આવે તો સરકારે કોરોના સામે લડત લડવા 25લાખ આપેલ હતા તેમાં24લાખથી વધુ ખર્ચ થઈ ગયો છે.
હાલ નગર પાલિકાની આવકના સ્વભંડોળની રકમમાં વેરાની વસુલાત અગત્યની ગણી શકાય.સુત્રોના દાવા મુજબ ભલે કોરોનાએ અન્ય વ્યવસાય,વેપાર ધંધાને મુશ્કેલીમાં મુકી દીધા પરંતુ પાલિકાના આર્થિક ચિત્ર પર નજર નાખવામાં આવે તો પાલિકાની વેરા વસુલાતમાં ધણો ફાયદો થયો છે. 30મી જૂન સુધી પાલિકાને વેરાની વસુલાતમાં ગયા વર્ષની સરખામણીએ 70લાખથી વધુ રકમ વધુ આવી છે તેની પાછળના સમીકરણો જે હોય તે હાલ પાલિકાના વર્તૂળો હરખાય તે સ્વભાવિક છે.
વસુલાત ની નબળાઈનું કલંક કયારે દુર થશે?
નગર પાલિકાને આપવામા અઆવેલા લક્ષાક પાર પાડી શકાતો નથી.50%થી નીચે વેરા વસુલા ત થાય છે.દર વર્ષે પાલિકાના અધિકારી,પદાધિકારી ચિંતન કરીને લક્ષ પાર પાડવા મનોમન નક કી કરે છે પણ અમલવારી કરાવી શકતા નથી.તે હકીકત છે.સચિલ કક્ષાના અધિકારીએ પણ વર્ષો પહેલા ટકોર કરી જે તે વખતના ચીફ ઓફીસર જીગર પટેલને સૂચના આપી હતી પણ શેઠની શિખામણ ઝાપા સુધી રહે તેવુ બન્યુને ત્યાર પછીના અધીકારીકે પદાધિકારીએ જોઈએ તેવો રસ દાખવ્યો નહી તેનુ પરિણામ વેરાની વસુલાત નબળી આવ્યુ છે.
નગર પાલિકાની આર્થિક સ્થિતી એક સાંધેને તેર તુટે તેવી છે.સ્વભંડોળમાં આવક ન હોવાથી વિકાસ કામ પર પણ અસર પડતી હોય છે.સામાન્ય રીતે કોન્ટાકટરો ગ્રાંટના કામોમા એટલે વધુ રસ લેતા હોય છે કારણ કેકામ પૂર્ણ થયે બીલ ચુકવાય જાય છે જયારે સ્વ ભંડોળના કામના બિલ આપ્યા પછી લાંબા સમયથી પેમેન્ટ થ ઈ શકતુ નથી જેને લ ઈ આ કામ કરવામાં કોન્ટાકટરો કતરાતા હોવાથી અવારનવાર વિકાસકામ ટલે ચડે છે.હાલ પાલિકામાં વસુલાત સારી હોવાથી50લાખથી વધુ રકમ સ્વભંડોળમાં પડી હોવાના સંકેત મળે છે.
વાણીજય મિલ્કતમાં 20%રાહત
રાજય સરકારે વાણિજય મિલ્કતોમાં 20ટકા રાહત આપવાની જહેરાત કરી હતી.આ જાહેરાતના પગલે પાલિકામાં પરિપત્ર આવ્યા પછી અમલવારી શરૂ કરી માત્ર પ્રોપર્ટી ટેક્ષમાં આપેલી રાહતનો કરદાતાઓ લાભ લ ઈ રહ્યા છે.જે કરદાતાઓએ રકમ અગાઉ ભરી દીધી તેને આવતા વર્ષના બિલમાં તેટલી રકમની કપાત કરી આપવામાં આવશે.પાલિકાના ચોપડે મિલકત વાણીજય ક્ષેત્રની 20,000થી વધુ છે.
જાગ્યા ત્યારથી સવાર
નગર પાલિકાના વહીવટદારોએ જે તે સમયે દાખવેલી ઉદાસીનતાની સાથે હવે પાલિકામાં વધુને વધૂ વસુલાત આવે તે માટે કોશીશકરવી જોઈએ.વેરા વસુલવા ખાનગી એજન્સીને પણ કામ આપ્યા પછી પરિણામ લાવી શકાયુ નથી.પાલિકાએ મોટી રકમ બાકી હતી તેને છાપરે ચડાવી નામની જાહેરાત પણ કરી હતી જેમાં દીન દયાળ પોર્ટના2કરોડ મળી10થી વધુના4કરોડથી વધુ વેરા બાકી હતા.આમાં મોટા ભાગનાએ વેરા ભર્યા નહી તેમ છતા પાલિકા પાણીમા બેસી જાય તેવો ધાટ થયો હતો.ડપીટીએ તો કાનૂની સવાલો ઉભા કરી સેવા ન લેતા હોય વેરા શેના ભરીએ?તેવો પણ સવાલ ઉભો કર્યો હતો.
હવે આગામી દિવસોમાં ચુટણીના નગારે ઘા વાગી રહયા છે તેવા સમયે વસુલાતની તેજીની પાલિકા પાસે આશા રાખવી એટલા માટે નકામી છે કારણ કે શેહશરમ અને મતની ભીખ માગવા લોકો પાસે સભ્યોને જવાની સ્થિતી હોય સુવિધા નહી તો વેરા કે ભરીએ તેવો મતદારો સવાલ ઊઠાવી શકે તેવી શકયતા નકારી ન શકાય.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.