તપાસ:કંડલા મુન્દ્રામાં આ પહેલા LDOનો 70 કરોડનો જથ્થો નીકળી ગયો !

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને પોર્ટ પર GTL પેરાફિન હોવાનું જાહેર કરીને લાઈટ ડીઝલ ઓઇલ આયાત કરી કરી હતી દાણચોરી
  • હવે આયાતકાર થી વપરાશકાર સુધીની તપાસ

કંડલા મુન્દ્રામાં લાઈટ ડીઝલ ઓઇલ મુદ્દે ચાલી રહેલી તપાસમાં આ અગાઉ 70 કરોડની કિંમતનો જથ્થો પગ કરી ગયો હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.કંડલા અને મુન્દ્રામાં ડી આર આઈ અને કસ્ટમ ની SIIB દ્વારા ગત બે દિવસોમાં 25 હજાર ટન જથ્થો જપ્ત કરાયો હતો. જેનું કારણ તેમાં GTL પેરાફિન હોવાનું જાહેર કરાયું હતું. પણ સેમ્પલ લેતા તેમાં લાઈટ ડીઝલ ઓઇલ હોવાનું જાહેર થયું હતું.

આજ પ્રકરણમાં હવે સામે આવતી વિગતો અનુસાર તપાસમાં એવું ખુલવા પામ્યું છે કે આ અગાઉ પણ 70 કરોડની કિંમત નું એલડીઓ તો પહેલાજ નીકળી ચૂક્યું છે અને ઉપયોગમાં પણ આવી ગયું હશે. અત્યાર સુધી આ કાર્યવાહીમાં 150 કરોડનો કાર્ગો નો જથ્થો, 100 કરોડનું વેસલ અને 2 કરોડ ના 11 ટ્રેલર સીઝ કર્યા હતા.

આમ કુલ જપ્તીનો આંકડો જે અત્યાર સુધી 250 કરોડ ને આંબી ચુક્યો હતો. હવે તેમાં વધુ 70 કરોડ ની ગેરરીતિ આચરાઈ ચૂકી હોવાનું સામે આવતા એજન્સીઓ તે જથ્થાના આયાતકાર થી લઈને ઉપયોગકર્તા સુધીની તલાશ મા જોતરાતા છે. આ તપાસના અંતે કંઇકના નીચે રેલો આવે તેવી શક્યતા નકારી શકાય તેમ ન હોઇ હાલ દોડધામ મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...