અકસ્માત:નંદાસરમાં કાર અડફેટે 7 વર્ષીય બાળકીનું કમકમાટી ભર્યું મોત

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભીમાસર નજીક ડમ્પરની ટક્કર લાગતાં રેલિંગમાં અથડાયેલા યુવાને જીવ ગુમાવ્યો

રાપરના નંદાસર પાસે કાર અડફેટે 7 વર્ષીય બાળકીનું કમકમાટી ભર્યુ઼ મોત નિપજ્યું હોવાની, તો અંજાર તાલુકાના ભીમાસર ફાટકમાં ડમ્પર અડફેટે નકરી કરી ઘરે જઇ રહેલા યુવાનનું રેલિંગમાં ટકરાતાં મોત નિપજ્યું હોવાની ઘટના ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે નોંધાઇ છે.

રાપરના નંદાસરમાં રાજુ પટેલની વાડીમાં રહેતા ખેત મજૂર પ્રવિણભાઇ ઉર્ફે ભીમાભાઇ રામજીભાઇ પારકરાની 7 વર્ષીય દિકરી મમતા ગત બપોરે 1:50 ના અરસામાં વાડીથી ટપી તેમના સાઢુભાઇ બાબુભાઇ રામજીભાઇ કોલીની વાડીએ જઇ રહી હતી તે દરમિયાન પૂરપાટ આવેલા કારના ચાલકે તેને અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઇજા પહો઼ચી હતી. જે કાર ચાલકે અકસ્માત સર્જયો તે જ કારમા઼ તેને રાપર હોસ્પિટલ લઇ ગયા બાદ વધુ સારવાર માટે સામખીયાળી લઇ જવાઇ હતી પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં માસુમ બાળકીએ દમ તોડ્યો હતો.

મૃતક દિકરીના પિતાએ કાર ચાલક વિરૂધ્ધ રાપર પોલીસ મથકે ગુનો નોંધવ્યો હતો. પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે. મુળ ઉત્તરપ્રદેશના હાલે ભીમાસર પાસે રહેતા અને ઇન્ડીયન સ્ટીલ કોર્પોરેશન કંપનીમાં નોકરી કરતા 50 વર્ષીય રાજેશકુમાર નંદલાલ રામરાજભર અને તેમના ભાણેજ 40 વર્ષીય રાજેશ બાલચંદ રાજભર નોકરી પૂર્ણ કર્યા બાદ ઘરે જવા નિકળ્યા હતા. રાજેશ પાંચ મિનિટ વહેલો નિકળ્યો હતો જે ભીમાસર ફાટક પાસે પહોંચ્યો હતો ત્યારે પુરપાટ જઇ રહેલા ડમ્પર ચાલકે તેને અડફેટે લેતાં તે ફાટકની રેલિંગમાં અથડાયો હતો જેમાં ગંભીર ઇજાઓ પહોંચતાં રાજેશનું મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વાહન મુકી નાસી ગયો હતો. જેના વિરૂધ્ધ મૃતકના મામા રાજેશકુમારે ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.પીએસઆઇ પી.કે.સોંદરવાએ ફરિયાદના આધારે અકસ્માત સર્જનાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ જીવલેણ અકસ્માતથી કમાનાર યુવાનના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભીમાસર રેલ્વે ફાટક પાસે રસ્તો સાવ બિસમાર હોવા છતાં ભારે વાહનોના ચાલકો બેફામ વાહન વ્યવહાર કરતા હોવાને કારણે આ ફાટક પાસે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે.

વરસાણા નજીક બે ટ્રક સામસામે ટકરાતાંઅકસ્માત
અંજાર તાલુકાના વારસાણા ગામ નજીક રોડ પર બે ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત થયો હતો. જેમાં બંને ટ્રકમાં નુકશાન પહોચ્યું હતું.આ અંગે મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના વરસાણા ગામ નજીક આ બનાવ 3/1ની રાત્રે 2 વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં એક મહાકાય લોડેડ ટ્રક સામે આવી જતા સામેથી આવતા ટ્રેઇલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને ભારે વાહનોમાં નુકશાન પહોચ્યું હતું. જોકે આ બાબતે પોલીસ મથકે કોઈ નોંધ ન આવી હોવાથી ટ્રકોના ચાલકોની પરિસ્થિતિ અંગે વિગત મળી શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...