ભુજ:આદિપુરની કોવિડ હોસ્પિટલમાં 7 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19અંતગત આદિપુરની હોસ્પિટલમાં સારવાર માટે રાખવાની વ્યવસ્થા કરવામા આવી હતી. આજે 7દર્દીને રજા આપવામા આવતા અત્યાર સુધી કોરોના 13દર્દી સાજા થતા રજા આપવામા આવી હતી. હરિઓમ હૉસ્પિટલ ખાતેથી 7 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જે સમયે પ્રાંત અધિકારી વિમલ જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમ કન્નર, તાલુકા હેલ્થ ઑફિસર ડૉ. દિનેશ સુતરીયા, ડૉ.મોહિત ખત્રી, ડૉ.પાયલ કલ્યાણી, ડૉ.ભાવિન ઠકકર, ડૉ. અંજુરાની, ડૉ.મોહનીશ ખત્રી, ડૉ. શ્રીવાસ્તવ અને જે.પી. મહેશ્વરી હાજર રહ્ય હતા. જેમાં 6 પુરૂષો અને એક મહિલાનો સમાવેશ થાય છે. તમામને ફૂલ દ્વારા અને તાળી વગાડીને વિદાય આપવામાં આવી હતી. જે દર્દીને રજા આપવામા આવી તેમા સામખીયાળી-2, આધોઈ-2, ખારોઈ-1, વોંધ-1, ઘરાણા-1નો સમાવેશ થાય છે. દર્દીઓએ ઘેર ગયા બાદ પણ 28 દિવસ હૉમ ક્વોરેન્ટાઈન થવાનું રહેશે. અલગ રહેવું અને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...