તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગાગોદરમાં જુની અદાવતનું મનદુ:ખ રાખી 7 જણા લાકડી-પાઇપથી યુવાન ઉપર તૂટી પડ્યા

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાકડિયામાં કૂતરાં મુદ્દે વૃધ્ધને ત્રણ જણાએ લાકડી અને પાઇપથી ફટકારતા ફરિયાદ

રાપર તાલુકાના ગાગોદરના ભરવાડવાસમાં રહેતા 23 વર્ષીય મુકેશભાઇ દયાલભાઇ પરમાર ગત સાંજે હાઇવે પર આવેલી હોટલ પાસે પુત્રી જોડે ઉભા હતા ત્યારે કારમાં આવેલા લાખા રામા ભરવાડ, ખેતા મોગા ભરવાડ, વીરા મોગા ભરવાડ, દિનેશ હીરા ભરવાડ અને બે અજાણ્યા ઇસમો લાકડી, લોખંડના પાઇપ લઇને તેમની પાસે આવ્યા હતા. દિનેશ હીરા ભરવાડે તેમને તારા ભાઇએ અગાઉ મને માર માર્યો હતો આજે તું એકલો છો તને નહીં મુકીએ કહી તેઓ પાઇપ અને લાકડી વડે તૂટી પડ્યા હતા જેમાં તેમને ડાબા હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. આડેસર પોલીસે 7 વિરૂધ્ધ તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તો લાકડિયાના ખરાવાડ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય જુમાભાઇ મામદભાઇ ખલીફાએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગત સાંજે ઘરની બહાર નિકળ્યા ત્યારે બાજુમાં રહેતા પેથાભાઇ રાજપુતે પાળેલા કૂતરાં ઝઘડતા હોઇ આ કૂતરાં ત્યાં રમી રહેલા છોકરાઓને કરડે નહીં તે માટે ત્યાંથી હાંકી રહ્યા હતા ત્યારે જ આવેલા પેથાભાઇ રાજપુત, તેમના બે પુત્ર પપ્પુ પેથા રાજપુત અને ભરત પેથા રાજપૂતે આવીને અમારા કૂતરાંને કેમ મારો છો કહી બોલાચાલી કરી પેથાભાઇ અને પપ્પુએ પાઇપ અને લાકડી વડે તેમજ ભરતે ઉંધું ધારિયું ફટકારી માથામાં અને પગમાં ઇજાઓ પહોંચાડી હતી.

માનકુવામાં હોટલ ધંધ કરવાની ફરિયાદ મુદે યુવાન પર પિતા-પુત્ર સહિત ચારનો હુમલો
ભુજના માનકુવા ગામે હોટલ બંધ કરવા મુદે પોલીસેને ફરિયાદ કરવાનુ઼ં મનદુખ રાખીને પિતા-પુત્ર સહિત ચાર જણાઓએ યુવાનને ધોકા,પાઇપ અને છરીથી હુમલો કરી જાતિ અપમાનિત કરતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. માનકુવા ગામે બાવાવાડી વિસ્તારમાં રહેતા દિનેશ વેલજીભાઇ સીજુ (ઉ.વ.27)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ બુધવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં માનકુવા ગામે હાસ્કુલ સામે બન્યો હતો.

આરોપી જુસબ મામદ લુહાર, સદામ જુસબ લુહાર, સંકીત જીએજા ઉર્ફે, સફાલી લુહાર, સોહીલ લુહાર સહિત ચાર જણાઓએ હોટલ બંધ કરવા સબબ પોલીસ ફરિયાદ કેમ કરી છે તેમ કહીને આરોપી જુસબ લુહાર અને તેના પુત્રએ કુહાડી સાથે આરોપીને ગાળા ગાળી કરી જાતિ અપમાનિત કરી ધકબુસટનો માર મારી તેમજ ચાકુથી ઘસરકો કરી ઇજા પહોંચાડી હતી. જ્યારે સંકિત લુહારે લોખંડના પાઇપ ફરિયાદીને પીઠ પર ફટકારી તેમજ સોહિલે ગળુ દબાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ અપમાનિત કરતાં માનકુવા પોલીસે આરોપીઓ વિરૂધ આઇપીસી કલમ 323, 294 (ખ), 506(2), 114 તેમજ અનૂસુચિત જનજાતિ સુધારા અધિનિયમની કલમો તળે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...