તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ આદરી:કચ્છમાં મારા મારીના 6 બનાવોમાં 7 ઘાયલ: 21 સામે નોંધાયો ગુનો

ભુજ, ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બે મહિલા અને 19 પુરૂષ વિરૂધ ગુનો દાખલ કરી તપાસ આદરી

પૂર્વ-પશ્ચિમ કચ્છમાં મારા મારી હુમલાના અલગ અલગ 6 બનાવોમાં ભુજમાં બે યુવાન એક વુધ્ધ, તાલુકાના કલ્યાણ પરમાં 9 વર્ષની બાળકી, નખત્રાણાના ડાડોર ગામે બે યુવકો તેમજ રાપરના સુખપરમાં યુવાનને ઇજાઓ પહોંચી હતી. પોલીસે બે મહિલા સહિત 21 જણાઓ વિરૂધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રાપરના સુખપરમાં ભત્રીજાને ખીજાવવાની ના પાડનાર કાકાને 5 જણે માર માર્યો
રાપર તાલુકાના સુખપર ગામે રહેતા 26 વર્ષીય ખેડૂત હરદાસભાઇ બાબુભાઇ આહિર રવિવારે સાંજે તેમના ભાઇ ખેંગારભાઇનો 14 વર્ષીય પુત્ર મહેશને ગામના જ ભચાભાઇ લક્ષ્મણભાઇ આહીર તેને ખીજવતા હતા તેને ભત્રીજાને ખીજવવાની ના પાડતાં ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ભચાભાઇ લક્ષ્મણભાઇ આહિર, કાના ભુરા આહિર, ભગા રણમલ આહીર, રણછોડ ખેંગાર આહિર અને રણછોડ જેસંગ આહિર ટામી, ધારિયું લઇને આવ્યા હતા અને તેમને માર માર્યો હતો. પોલીસે 5 વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભુજમાં ઉછીના રૂપિયા ન આપતા યુવાનને 4 શખ્સો ધોકા પાઇપથી માર માર્યો
ભુજના આશાપુરા નગરમાં રહેતા સુલતાન મીઠુ સના (ઉ.વ.19)એ તેના મિત્ર શરફરાજ સીધીક ગગડા પાસેથી રૂપિયા 500 લીધા હોઇ જે લાબા સમયથી ફરિયાદીએ આપ્યા ન હોઇ આારોપી શરફરાજ, ઇકબાલ ઉર્ફે ઇકો સીધીક ગગડા, સરફરાજનો સાળો અમીન અને સસરા સલીમ ચારે જણાઓએ ફરિયાદીને કારમાં નાગોર રોડ પર લઇ જઇને રૂપિયા મુદે લોખંડના પાઇપ અને ધોકાથી માર મારી ઇજા પહોંચાડતાં ચારેય જણાઓ વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવાતાં પોલીસે કાર્યવાહી કરી છે.

ભુજમાં બોલવા મુદે રિક્ષા ચાલક પર ત્રણ શખ્સે છરી-ધોકાથી હુમલો કરતા ઇજા
ભુજ તાલુકાના કેમ્પ એરિયામાં રહેતા અને રિક્ષા ચલાવતા હીરેન ઉર્યે હનુમાન હરેશભાઇ ડાભી (ઉ.વ.24) પોતાના ઘરે જતો હતો ત્યારે આરોપી હનીફ સુમરા, ભરત બેરવાની, રીઝવાન સુમરા સહિત ત્રણ જણાઓએ તુ હવામાં છે અમારાથી કેમ બોલતો નથી ફરિયાદીએ બોલવાની ના કહેતા ત્રણે જણાઓે ફરિયાદીને પગમાં છરી ધોકાથી માર મારી ઇજા પહોંચાડતાં બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે.

કલ્યાણપરમાં સાસુ પર વહુએ કુહાડીનો વાર કર્યોને ભત્રીજીને લાગતાં ઘાયલ
ભુજ તાલુકાના કલ્યાણપર ગામે રહેતા હવાબાઇ સાલેમામદ ફકીરની પુત્ર વધુ મરીયમ રમજાન ફકીરનું તેના પતિથી બનતું ન હોઇ રમજાનને ગાળો ભાંડતી હોવાથી હવાબાઇએ ગાળો દેવાની ના કહેતા મરીયમબાઇ ઉસ્કેરાઇ ગઇ હતી. અને સાસુ પર કુહાડીનો ઘા મારવા જતાં સાસુ હવાબાઇની બાજુમાં ઉમેલી અન્ય પુત્ર કાસમની દિકરી હમીદા (ઉ.વ.9)ને માથામાં લાગતાં સાસુએ માનકુવા પોલીસ મથકમાં પુત્રવધુ વિરૂધ ગુનો નોંધાવ્યો હતો.

ભુજમાં જુની અદાવતમાં વૃધ્ધને એક મહિલા સહિત 4 જણાએ ધોકાથી ફટકાર્યો
ભુજના જુના રેલ્વે સ્ટેશન રામનગરીમાં રહેતા 60 વર્ષીય ગાભાભાઇ મગનભાઇ દેવીપુજક પોતાના ઘરે આવી રહયા હતા ત્યારે જુની અદાવતનું મનદુખ રાખીને આરોપી જીતુ પાંચુ દેવીપુજક, દીલુ પાંચુ દેવીપુજક, સંગિતા દીલુ દેવીપુજક અને શૈંલેશે ધોકાથી માર મારીને ઇજા પહોંચાડતાં સારવાર માટે જી.કે.માં દાખલ થયા હતા. પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

નખત્રાણાના ડાડોર ગામે બે યુવાન પર જમીન મુદે ત્રણ શખ્સો પાવડાથી હુમલો
નખત્રાણા તાલુકાના ડાડોર ગામે રહેતા આદમ આદમ થેબા (ઉ.વ.42) અને સિકંદર સુમાર સમેજા (ઉ.વ.24) પર જમીન મુદે ફરિયાદ પાછી ખેચી લેવાનું કહીને દાઉદ ઇબ્રાહિમ થેબા, મુસા જાકબ થેબા, અબ્દુલ જુમા થેબા રહે ત્રણેય ડાડોરવાળઓએ બોલાચાલી કરીને પાવડાના ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં નિરોણા પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...