તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પૂર્વ કચ્છમાં મારામારીના 5 બનાવમાં 7 ઘાયલ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં ત્રણ બનાવ: પાણી મુદે મહિલાએ છરીએ ઝીંકીઃ ગર્લફ્રેન્ડને જોવા બાબતે યુવાનને માર પડ્યો

પૂર્વ કચ્છમાં ગાંધીધામ, અંજારના રતનાલ અને ભચાઉ તાલુકાના લલિયાણા ગામ ખાતે મારામારીની 5 ઘટના નોંધાઇ છે જેમાં 7 લોકો ઘાયલ થયા છે.

લલિયાણામાં ફળિયામાં આવવાની ના પાડી તો યુવાનને લાકડી ફટકારાઇ
ભચાઉ તાલુકાના લલિયાણામાં ચકુભાઇ રાણાભાઇ કોલી શાળા પાસે ઉભા હતા ત્યારે માવાભાઇ જશાભાઇ કોલીએ તચકુભાઇએ તેમને ફળિયામાં આવવાની ના પાડી હોઇ તે વાતનું મનદુ:ખ રાખી ગાળો આપતાં ચકુભાઇએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા માવાભાઇએ ચકુભાઇને લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી હતી. ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાં આંગણામાં પાણી ઢોળવા મુદ્દે મહિલાએ અન્ય મહિલાને છરી ઝીંકી
ગાંધીધામના કાર્ગો ઝૂંપડા વિસ્તારના બાપાસિતારામનગરમાં રહેતા ચંપાબેન જગદિશભાઇ પરમાર પોતાના ઘરે હતા ત્યારે પડોશમાં રહેતા ચંદ્રીકાબેન નરેશભાઇ ચૌહાણ તેમના ઘરે આવ્યા હતા અને તમે અમારા આંગણામાં રોજ કેમ પાણી ઢોળો છો તેમ કહી ગાળો બોલતાં તેમને ચંપાબેને ગાળો ન બોલવાનું કહેતાં ઉશ્કેરાયેલા ચંદ્રીકાબેને ચંપાબેનને જમણા હાથના કાંડામાં છરી ઝીંકી ઇજા પહોંચાડી હતી.

જન્મદિવસ મુદ્દે બે જણાને બોલાવી પથ્થર મરાયા
ગાંધીધામના વોર્ડ-9/બી મહેશ્વરીનગરમાં બનેલી ઘટનામાં ગળપાદર રહેતા હરેશ પ્રવિણભાઇ ગઢવી પોતાના મિત્ર મહેશ રમેશ કોલી સાથે બેઠો હતો ત્યારે મહેશને રાહુલ કંવરલાલ માજીરાણાનો ફોન આવ્યો હતો અને મનિષ રાજુભાઇ માજીરાણા સાથે તેના જન્મદિવસ બાબતે બોલાચાલી થઇ હોવાનું જણાવતાં બન્ને જણા ત્યાં ગયા તો રાહુલ અશોકભાઇ માજીરાણા અને મનિષ રાજુભાઇ માજીરાણાએ ઝપાઝપી કરી પથ્થર ના ઘા કરી ઇજા પહોંચાડી હતી.

ગર્લફ્રેન્ડને કેમ જુએ છે કહી યુવાનને માર મરાયો
ગાંધીધામના ભારતનગરની રબારી સોસાયટીમાં રહેતા 44 વર્ષીય ચેતનભાઇ સુભાષચંદ્ર વિશ્વકર્મા ગત રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ભારતનગરના 36 ક્વાર્ટરમાં રહેતા કુલદિપ ધેડા અને મજીદ દરવાજાને લાત મારી અંદર આવ્યા હતા અને તેમના પુત્ર દિપાંશુ ઉર્ફે બિટ્ટુને તું મારી ગર્લ ફ્રેન્ડને કેમ જુએ છે કહી ધક બુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રતનાલમાં પિતા-પુત્રને ચાર જણાએ માર માર્યો
અંજાર તાલુકાના રતનાલ ગામ ખાતે રહેતા 65 વર્ષીય ભુરાભાઇ રવાભાઇ ડુંગરીયાના પુત્ર બિપિનની સફાઇ કામદાર અશોકભાઇ સાથે થયેલી માથાકુટ બાબતે ગામના જ ભગુ અરજણ લખમણ વરચંદ, કાના ગોપાલ લખમણ વરચંદ, મકનજી કારા લખમણ વરચંદ અને વિક્રમ ત્રીકમ ગોપાલ વરચંદે તેમના ઘરે આવી તેમના અને તેમના પરિવાર સાથે માથાકુટ કરી જાતિ અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપી હતી. અંજાર પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ ડીવાયએસપી ડી.એસ.વાઘેલા ચલાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો