કાર્યવાહી:સામખિયાળીમાંથી 7 જુગારી 15 હજાર રોકડ સાથે જબ્બે, બાઇક-મોબાઇલ સાથે 28 હજારનો મુદ્દામાલ કબજે

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામખિયાળીમાં જાહેરમાં જુગાર રમી રહેલા સાત ખેલીઓને પોલીસે 15 હજાર રોકડ અને બાઇક તેમજ મોબાઇલ સહિત 28 હજારના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. પીએસઆઇ વી.જી.લાંબરિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સામખિયાળીના તળાવની વચલી પાળ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા જયેન્દ્રસિંહ કધુભા જાડેજા, દિનેશ બાબુભાઇ કોલી, મુકેશ કરશનભાઇ રબારી, ઓસમાણ ઇબ્રાહિમ રાઉમા, ગણેશ નશાભાઇ આહિર, જનરલસિંગ માયાસિંગ સિંગ અને અરવિંદ ઉકાભાઇ પરમારને રૂ.15,300 રોકડ, રૂ.10,000 ની કિંમતનું બાઇક અને રૂ.3,000 ની કિંમતના 3 મોબાઇલ સહિત કુલ રૂ.28,300 ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેમના વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...