તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી દારૂ:અમરાપરમાં કારમાંથી 69 હજારનો શરાબ ઝડપાયો

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાપરમાં એલસીબીને ઉભેલી કારમાંથી 31 હજારનો વિદેશી દારૂ મળ્યો

ખડીરના અમરાપરમાં સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કારમાંથી રૂ.69 હજારનો દારૂ ઝડપ્યો હતો, તો રાપરમાં ઉભેલી કારમાંથી પેટ્રોલિગ કરી રહેલી એલસીબીની ટીમને રૂ.31 હજારનો દારૂ બિયરનો જથ્થો મળ્યો હતો. બન્ને દરોડામાં આરોપી વોન્ટેડ રહ્યા હતા.

આ બાબતે ખડીર પોલીસના પીએસઆઇ ડી.આર.ગઢવીએ વિગતો આપી હતી કે, ટીમ ખડીર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને મળેલી બાતમીના આધારે અમરાપર ગામમાં દરોડો પાડી કારમાં રાખેલા રૂ.66,400 ની કિંમતના 664 વિદેશી શરાબના ક્વાર્ટરિયા અને રૂ.3,500 ની કિંમતના દારૂની 10 બોટલો મળી રૂ.69,900 નો શરાબનો જથ્થો કારમાંથી મળી આવ્યો હતો પરંતુ આરોપી રમઝાન મીરખાન બ્લોચ હાજર મળ્યો ન હતો. પોલીસે કાર સહિત કુલ રૂ.1,79,900 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.એન.સોલંકીએ વિગતો આપી હતી કે, ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રાપરના અયોધ્યાપુરી ની શેરી નંબર 3 માં ઉભેલી કારમાં દારૂનો જથ્થો હોવાનું માલૂમ પડતાં તલાશી લેતાં કારમાં રાખેલો રૂ.26,335 ની કિંમતના વિદેશી શરાબની 58 બોટલો તથા રૂ.5,100 ની કિંમતના બિયરના 51 ટીન સહિત કુલ રૂ.31,435 નો દારૂ બિયર મળી આવ્યો હતો. પોલીસે કાર સહિત કુલ રૂ.66,435 નો મુદ્દામાલ કબજે કરી કારના કબ્જેદાર વિરૂધ્ધ રાપર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...