તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:યાદવનગરના ઘરમાંથી 65 હજારનો દારૂ મળ્યો, પોલીસે પાડેલા દરોડામાં આરોપી ફરાર

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામના કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં યાદવનગરના મકાનમાંથી બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં રૂ.65 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પરંતુ આરોપી દરોડા સમયે હાજર મળ્યો ન હતો. આ બાબતે પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપી હતી કે, બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઝોન પાસે પહોંચતાં કોન્સ્ટેબલ મહિપાર્થસિંહ ઝાલાઅને જયપાલસિંહ પરમારને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં આવેલા યાદવનગરમાં રહેતો હરેશ નારાણભાઇ સુસરા (ભરવાડ) પોતાના રહેણાક મકાનમાં વિદેશી દારૂ રાખી વેંચાણ કરે છે. આ બાતમીના આધારે તેના ઘરે દરોડો પાડતાં મકાનમાંથી રૂ.65,400 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી શરાબની 156 બોટલ મળી આવી હતી. પરંતુ આ દરોડા સમયે આરોપી હરેશ સુસરા હાજર મળ્યો ન હતો. બી-ડિવિઝન પોલીસે તેના વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો