ક્રાઇમ:ભચાઉમાં 60 હજારના દાગીના ચોરી જવાયા

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉની શાળા નંબર 8 પાસે મહિલાના ઓશિકા નીચે રાખેલી ચાવી લઇ કબાટમાં રાખેલા રૂ.60,000 ની કિંમતના દાગીના તસ્કર ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. શાળા નંબર 8 પાસે રહેતો પરિવાર ગત રાત્રે સાડાદશ વાગ્યાના અરસામાં સૂઇ ગયો હતો જેમાં  શાંતિબેન હોથીભાઇ કોલીએ ઘરના કબાટની ચાવી પોતાના ઓશિકા નીચે રાખી હતી. સવારે છ વાગ્યે શાંતીબેને જોયું તો ઓશિકા નીચે ચાવી ન મળતા઼ તેઓ ઘરમાં જઇને જોયું તો કબાટ ખુલ્લો પડ્યો હતો અને તપાસ કરી તો કબાટમાં રાખેલા રૂ.60 હજારની કિંમતના દોઢ તોલાના સોનાના દાગીના  કાનની બુટ્ટી, પેંડલ, નાકના દાણા ચોરી થયા હોવાનું જાણવા મળતાં આ બાબતે તેમણે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...