ઉતર ભારતીય ક્ષત્રિય વિકાસ પરિષદ દ્વારા સ્વ. કમલા દેવીની સ્મૃતીમાં બોક્સ ક્રિકેટ પ્રતિયોગીતાનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છના વિભીન્ન સ્થળોએથી છ ટીમે ભાગ લીધો હતો.
આયોજનમાં મહારાણા પ્રતાપ ટીમના કેપ્ટન પ્રવીણ સિંહ, પૃથ્વીરાજ ચૌહાણના રાજીવ સિંહ, ચંદ્રસેન રાઠૌરના કપ્તાન પ્રવીણ સિંઘ, વીર કુંવરના સુશીલ રાવ, પાંચમી ટીમ રાણા સાંગાના અશ્વીની સિંહ કાંછવા, તેમજ વીજય સેનના અનિલ સિંહ અને ટીમે ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સ્પોર્ટ સમીતીના ચેરમેન કર્નલ યશવંત સિંહે કર્યું હતું. જેમાં ફાઈનલ મેન ઓફ ધ મેચ અનિલ સિંહ હોવાનું જાહેર કરીને કર્નલ, સંતોષપલ સિંહ, શીતલા પ્રસાદ સિંહ, હરિહર સિંહ, જંગજીત સિંહ, અજયકુમાર સિંહ દ્વારા સન્માનીત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા હરિશંકર સિંહ, વિનોદ કુમાર સિંહ, સંતોષકુમાર સિંહ, સુરેંદ્ર પ્રતાપ સિંહ, જીત બહાદુર સિંહ સહિતનાએ સહયોગ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.