તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:6 લાખ ખંડણી માંગી, ટ્રેપ ગોઠવી 2ને ઝડપ્યા

ગાંધીધામ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ‘તુમ્હારા બેટા કહાં સે જાતા હૈ માલૂમ હૈ, ટ્રક સે ઉડા દેંગે’
 • ડીપીટી-ઇફ્કોના ઠેકેદારને બે વાર ધમકી મળ્યા બાદ પોલીસ સમક્ષ ગયા બાદ છટકામાં બે ખંડણીખોર સપડાયા

ગાંધીધામના ગુરૂકુળ વિસ્તારમાં રહેતા અને ઇફ્કો-ડીપીટીના કોન્ટ્રાક્ટરને ફોન ઉપર પુત્રને મારી નાખવાની ધમકી આપી રૂ.6 લાખની ખંડણી માગ્યા બાદ પોલીસે ફરિયાદીને વિશ્વાસમાં લઇ ટ્રેપ ગોઠવી ખંડણી માગનાર બે ઇસમોને દબોચી લીધા હતા. આ ઘટનાની વિગતો એવી છે કે, ગુરૂકુળ વિસ્તારમાં રહેતા અને બાલાજી ઇન્સ્યુલેસન નામે ડીપીટી અને ઇફ્કોના કલરના કોન્ટ્રાક્ટનું કામ કરતા 53 વર્ષીય જનાર્દન કૃષ્નન રાજુ તા.16/2 ના પોતાના ઘરે હતા ત્યારે તેમના મોબાઇલ ઉપર આવેલા ફોનમાં એક ઇસમે હિન્દી ભાષામાં આપ બાલાજી સે બોલ રહે હૈ પુછતાં તેમણે હા પાડી હતી.

ત્યારબાદ સામેથી આપ કો અપની જાન પ્યારી હો તો મેરેકો છે (6) લાખ રૂપિયા દે દેના મેરે કો તુમ્હારાઘર, ઓફિસ ઔર તુમ ઔર તુમ્હારા બેટા કહાં સે આતે જાતે હો વો પતા હૈ, જેથી જનાર્દન રાજુએ તેમને મારાથી કંઇ ભુલ થઇ હોય તો કહો અને તમે કોણ બોલો છો કહેતાં સામેથી અગર તુમ રૂપિયા નહીં પહોંચાઓગે તો તુમકો ઔર તુમ્હારે બેટે કો ટ્રક સે ઉડા દેંગે સુબહ 10 બજે ફોન કરૂંગા ઔર 11 બજે પૈસા લેના આઉંગા કહી ફોન કટ કરી નાખ્યો હતો. પહેલાં જનાર્દનભાઇને કોઇ મજાક કરતું હોય તેવું લાગ્યું હતું.

પરંતુ બીજા દિવસે સવારે ફરી ફોન આવ્યો હતો અને છે લાખ રૂપિયા લે કે કંડલા આ જા કહેતા અત્યારે કામ હોવાને કારણે નહીં અવાય તેવો જવાબ આપતાં તેણે ફોન કટ કરી નાખ્યો હતો. આ બાબતે જનાર્દનભાઇએ પોતાના મિત્ર કુલદિપસિંહ નરેન્દ્રસિંહ રાણાને વાત કરતાં તેમણે પોલીસ મથકે ફરીયાદ કરવાનું કહેતાં આ બાબતે ફરિયાદ નોંધાવવા ગયા હતા અને પોલીસે તરત જ આ બનાવમાં સતર્કતા દેખાડી પીઆઇ સાગઠીયા અને તેમની ટીમે ફરિયાદીને વિશ્વાસમાં લઇ ટ્રેપ ગોઠવી હતી.

પોલીસે ગોઠવેલા છટકામાં જોષી પેટ્રોલપમ્પ પાસેથી ખારીરોહર પીરકોલોનીમાં રહેતા તાજમામદ આમદ નિગામણા અને કંડલા રેલ્વે ઝૂંપડામાં રહેતા ઉમર ખમીશાભાઇ કટિયાને આબાદ દબોચી લીધા હતા. આ સફળ ટ્રેપમાં પીઆઇ સાથે પીએસઆઇ કે.એન.જેઠવા, એએસઆઇ અશોક સોંધરા, હેડકોન્સ્ટેબલ દિવ્યેશ સોનારત, હિરેન ચાવડા, રાજદિપસિંહ ઝાલા, કોન્સ્ટેબલ જયદિપસિંહ ગોહિલ, ગુલાબસિંહ જાડેજા, જયપાલસિંહ સોઢા, જગદિશ સોલંકી, યોગેશ ચૌધરી અને ક્રિષ્નાબેન રબારી જોડાયા હતા.

હજી થોડા સમય પહેલાં જ મીઠીરોહર પાસેથી લાકડાના વેપારીનું અપહરણ કરી ખંડણી મગાઇ હતી
ગત 19મી જાન્યુઆરીએ લાકડાના વેપારી મુકેશ અગ્રવાલનું મોડવદર ઓવરબ્રિજ નીચેથી વેગન આર કારમાં આવેલા પાંચ શખ્સોએ અપહરણ કર્ય હતું. આરોપીઓ તેમને રાજસ્થાન લઈ ગયાં હતા અને 35 લાખની ખંડણી વસૂલી હતી. બીજા દિવસે સાંજે મુકેશકુમાર યુક્તિપૂર્વક લક્ષ્મણગઢ બાયપાસ પાસેથી આરોપીઓની ચુંગાલમાંથી મુક્ત થઈ ગયાં હતા. તે પરત આવી ગયા બાદ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટિલે તેમની બેચના ઓફિસર અને પોતાના મિત્રોની મદદથી આ ખંડણીના બનાવના મૂખ્ય સૂત્રધારને પકડી લીધો હતો. ઔદ્યોગિક નગરીમાં આ પ્રકારના બની રહેલા બનાવોને લઇ ચિંતા વધી છે સામે પોલીસની કાર્યવાહી આ બન્ને કિસ્સામાં સારી રહી હતી.

બાર્ગેનિંગ કરી ખંડણીખોરને વિશ્વાસમાં લઇ દબોચાયા
એ-ડિવિઝન પીઆઇ કે.પી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, બે વખત ફોન આવ્યા બાદ આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવેલા જનાર્દન કૃષ્નન રાજુનો ભય દૂર કરી વિશ્વાસમાં લેવાયા હતા અને ખંડણીખોરોને છ લાખ તો નહીં થાય પણ આટલી રકમ થશે તે આપી જાઉ કહી બાર્ગેનિંગ કરાવ્યા બાદ ખંડણીખોરોને વિશ્વાસમા઼ લઇ જગ્યા નક્કી કરાઇ હતી તેમાં પણ તેમણે જગ્યાઓ બદલી જોષી પેટ્રોલપમ્પ પાસે બોલાવતાં પોલીસે ગોઠવેલા છટકામાં આબાદ ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો