તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતી:એક જગ્યા માટે 6 ઉમેદવાર શોર્ટ લિસ્ટ કરી કોલેજ ટ્રસ્ટી ઇન્ટવ્યુના આધારે કરશે પસંદગી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનુદાનિત અધ્યાપક સહાયક ભરતીના ફતવાથી શિક્ષણનગરીમાં ચણભણાટ

અધ્યાપક સહાયક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ફાઇનલી શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ જ એક જગ્યા માટે 6 ઉમેદવારને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે, 6 ઉમેદવારમાંથી કોલેજના ટ્રસ્ટીઓ પોતાની ઈચ્છા મુજબ માત્ર ઇન્ટરવ્યુને આધારે જ એકની પસંદગી કરશે. જેમાં મેરિટનો મૃત્યુઘંટ વાગી જશે, મેરીટ હારી જશે અને ભાઈ - ભત્રીજા વાદને પ્રોત્સાહન મળશે તેવી શક્યતા શિક્ષણ નગરી આદિપુરમાંથી ઉઠી છે. ભરતીને લઈને અવારનવાર પ્રશ્નો સર્જાયા છે.કોઈને કોઈ જગ્યાની ભરતીની પ્રક્રિયા રાજયમાં વિવાદના વમળ ઉભા કરતા હોય છે.

શિક્ષણમાં પણ ઉભા થયેલા વિવાદમાં જાણકારોના મુજબ કચ્છ પ્રાધ્યાપક મંડળ દ્વારા કેટલીક માંગણીઓ રજૂ કરવામાં આવી છે.જેમાં ઇન્ટરવ્યુ વખતે હાલનું મેરીટ ગણાય અને તેમાં ઇન્ટરવ્યુના માર્કસ ઉમેરીને નવું મેરીટ બને તેમાં પણ સંચાલક મંડળના હાથમાં અગાઉની ભરતીની જેમ 5 ગુણ જ હોય તો જ સમગ્ર પ્રક્રિયા ન્યાયી અને પારદર્શી બની રહે.વર્ષ-2012, 2016,2019 આ દરેક વર્ષમાં થયેલી ભરતીમાં મેરીટને જ ધ્યાનમાં રાખીને પારદર્શક રીતે ભરતી થઈ છે. એ જ પરંપરાનું અનુસરણ થવું જોઈએ.

હાલના 100માર્કસના મેરિટને 95 માં રૂપાંતર કરીને ઇન્ટરવ્યુ ના 5 ગુણ ગણી એમ કુલ 100 માર્કસની ગણતરી થાય તો જ અગાઉની ભરતીની જેમ પારદર્શક ભરતી પ્રક્રિયા થાય.યુજીસીની માર્ગદર્શિકા મુજબ જો આ 100ગુણ યથાવત રાખવાના હોય તો ઇન્ટરવ્યુના 5 ગુણ ઉમેરીને 105માંથી મેરીટ બને તો પણ વ્યાજબી ગણાશે.જો સંચાલક મંડળને 20 ગુણ આપવામાં આવે અથવા 6 માંથી કોઈ પણ એક ને પસંદગીની છૂટ આપવામાં આવે તો એવા સંજોગોમાં લાગવગશાહી અને ભ્રષ્ટાચારને પાંગરવા માટે મોકો મળશે તેવી શકયતા નકારી શકાતી નથી.

પાંચ વર્ષ પૂરા થયા બાદ કાયમી કરતી વખતે સંચાલન મંડળનો ભલામણ પત્ર જરૂરી છે તે શરત રદ કરવામાં આવે તથા ત્યારબાદ કાયમી કરવાની સત્તા સરકાર હસ્તગત રાખવામાં આવે ગ્રાન્ટેડ સ્કૂલની ભરતીના નિયમોને અનુસરવામાં આવે તો વધારે ઉચિત ગણાય કેમ કે તેમાં સંપૂર્ણ પારદર્શિતા છે. પ્રોબેશન પીરીયડ 1 વર્ષનો કરવામાં આવે.જો કોલેજની ભરતીમાં પણ સંચાલક મંડળને વધુ સત્તા આપવામાં આવશે તો ભાઈ ભત્રીજા વાદ અને ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળી જશે.

કેટલાક સંચાલકો શિક્ષકો પાસે પૈસા માગી રહ્યાનો આક્ષેપ
હાલમાં સરકાર દ્વારા ગ્રાન્ટ ઈન એઇડઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધોરણ 11 અને 12 ની ભરતીમાં સરકાર દ્વારા સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવી તેમ છતાં કેટલાક સંચાલક મંડળો નિમણૂક પામેલા શિક્ષકો ને હાજર કરવા રૂપિયા માંગી રહ્યાનો ચણભણાટ ઉઠયો છે. શિક્ષણ વિભાગને આવી 16 થી વધુ શિક્ષકો દ્વારા ફરિયાદ કરવામાં હોવાના પણ સંકેત મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...