તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાંથી 59 હજારના સાધનો ચોરાયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોમ્પ્યુટર સેટ, હોમ થિયેટર, પંખા મોટર જેવા સાધનો તાળા તોડી લઇ જવાયા

ગાંધીધામની ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના એક સંકુલમના રૂમના તાળા તોડી ગત રાત વચ્ચે જ તસ્કરો શાળાના રૂ.59,700 ની કિંમતના સાંસ્કૃતિક સાધનોની ચોરીને અંજામ આપી ગયા હોવાની ફરિયાદ શાળાના આચાર્યએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે.

મુળ રાપરના અમરાપરના હાલે ભારતનગર રહેતા અને ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા 50 રમેશભાઇ ભચાભાઇ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે 12:30 વાગ્યાના અરસામાં શાળા બંધ કર્યા બાદ આજે સવારે તેઓ આચાર્યરૂમમાં હતા ત્યારે શાળાના શિક્ષક હર્ષદકુમાર નાગરભાઇ પટેલે ફોન કરી જાણ કરી હતી કે, શાળાના રૂમોના તાળા તૂટેલા છે.

તેમણે જાણ કર્યા બાદ તેઓ ત્યાં ગયા બાદ તપાસ કરી શાળાની કમિટીના સભ્ય પ્રકાશભાઇ સોલંકી અને ભવસિંગભાઇ કોલીને બોલાવી લીધા અને ચેક કરતાં શાળામાંથી ત્રણ રૂમમાંથી રૂ.32,000 ની કિંમતના બે હોમ થિયેટર સહિતના કોમ્પ્યુટર સેટ, રૂ.3,300 ની કિંમતના 11 પંખા, રૂ.2,000 ની કિંમતની પાણીની બે મોટરો, પાણીના આરો પ્લાન્ટનું રૂ.22,000 ની કિંમતનું સ્ટ્રક્ચર તથા રૂ.400 ની કિંમતના માઇક્રોસ્કોપ સહિત કુલ રૂ.59,700 ની કિંમતના સાંસ્કૃતિક સાધનોની ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો હોવાનો ખ્યાલ આવતાં તેમણે આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. પીએસઆઇ જી.કે.વહુનિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...