તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા સશક્તિકરણનો અનોખો યજ્ઞ:શહેરની મેન્ટલ હોસ્પિટલની માનસિક દિવ્યાંગ 55 મહિલાને આત્મનિર્ભર બનાવાઇ

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ દ્વારા સંચાલિત વિંગ્સ ગૃપે સ્ત્રી સશક્તિકરણનો અનોખો યજ્ઞ આરંભ્યો
  • સમાજે ત્યજેલી આ મહિલાઓને પગલૂછણિયા, આસનિયા બનાવવાની 15 દિવસ ટ્રેનિંગ અપાઇ

કચ્છના ગાંધીધામ ખાતે મહિલાઓ દ્વારા રચના કરવામાં આવેલી એક માત્ર સંસ્થા વિંગ્સ ગ્રૂપ ચેરીટેબલ ટ્રસ્ટ કે જે મહિલાઓ દ્વારા અને મહિલાઓ નાં ઉત્થાન માટે કાર્યરત છે. આ સંસ્થાએ કોરોના કાળ દરમિયાન ગાંધીધામની મેન્ટલ હોસ્પિટલમાં સમાજ દ્વારા ત્યજી દિધેલી 55 માનસિક દિવ્યાંગ મહિલાઓને પગલૂછણીયા અને આસનિયા બનાવવાની ટ્રેનિંગ આપી આત્મનિર્ભર બનાવી એક અનોખા યજ્ઞનો આરંભ કર્યો હતો.

આ બાબતે વિંગ્સ ગૃપના છાયાબેન મનિષભાઇ ચૌહાણે વિગતો આપી હતી કે, સમાજ દ્વારા ત્યજી દીધેલી, તરછોડી દીધેલી તથા માનસિક રૂપે બીમાર એવી 55 જેટલી મહિલાઓ કે જે ગાંધીધામનાં શાંતિ સદનમાં રહે છે. આપણો આ સમાજ કદાચ એની પાસે જતા પણ ખચકાય કારણ કે તેઓ માનસિક રીતે અસ્થિર છે પણ વિંગ્સ ગ્રૂપની મહિલાઓ પોતે પણ મહિલા હોઇ આ મહિલાઓમાં પણ કોઈ ખાસ તાકાત હોઇ શકે એવું વિચારી એમણે આ મહિલાઓને સતત કાર્યરત રાખવાનો વિચાર કર્યો હતો. માણસ કાર્યરત ત્યારે જ બને જ્યારે તેનામાં કોઈ આવડત હોય. આજે સામાન્ય મહિલાને પણ પ્રસિક્ષિત કરવું અઘરું કામ છે એવામાં વિંગ્સની મહિલાઓએ આ માનસિક રીતે અસ્થિર મહિલાઓને પ્રશિક્ષણ આપવાનું બીડું ઝડપ્યુંહતું.

વિંગ્સની જ એક કાર્યકર્તાએ 15 દિવસ આ બધી મહિલાઓ ને જૂના કપડા માંથી પગલુછણીયા તથા આસનીયા બનાવવાની ટ્રેનિંગ આપી. એમના દ્વારા બનાવવા માં આવતી વસ્તુઓ ને મેમ્બરો દ્વારા જ ખરીદી ઊભી થયેલી ધન રાશિએ મહિલાઓને જ અર્પણ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...