ચકચાર:બિઝનેસ વુમન સાથે શરીર સબંધ બાંધ્યા બાદ 50.35 લાખ પડાવ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકીય આગેવાન મહિલાએ મુખ્ય આરોપી સહિત 3 વિરૂધ્ધ નોંધાવ્યો ગુનો

ગાંધીધામમાં પોતાનો સ્વતંત્ર બિઝનેસ કરતી યુવાન રાજકીય મહિલા આગેવાન સાથે એક શખ્સે લગ્ન કરવાની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યા બાદ વિડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકીઓલ આપી બ્લેકમેઈલ કરી 50.35 લાખ પડાવી લીધા હોવાની મુખ્ય આરોપી સહિત તેના બે ભાઇઓ વિરૂધ્ધ ફરિયાદ આ મહિલાએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવતાં ચકચાર મચી જવા પામ્યો છે.ભોગ બનનાર રાજકીય અગ્રણી અને બિઝનેશ વુમને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ,એકાદ વર્ષ અગાઉ તેઓ મેઘપર કુંભારડી રહેતા આરોપી સુલેમાન ઊર્ફે કાકાડો મલુક હિંગોરજા ના પરિચયમાં આવ્યા હતા.

પરિચય થયા બાદ સુલેમાને તેને નિકાહની લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીઓએ તેના 18 લાખના સોનાના ઘરેણાં ગીરવે મૂકી 17 લાખ રૂપિયા મેળવ્યા હોવાનું ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓએ બ્લેકમેઈલીંગ કરવાની સાથે તેના બે બાળકોને મારી નાખવાની ધમકી આપવાનું પણ શરૂ કર્યું હતું. ત્રણે ભાઈઓએ પોતાની પાસેથી ટુકડે ટુકે રૂ.50,35,000 લીધા હોવાનું ભોગ બનનાર મહિલાએ એ-ડિવિઝન પોલીસ મથકે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અશ્લિલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી
સબંધ ઘનિષ્ઠ બન્યા બાદ સુલેમાને તેની પાસેથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં મહિલાએ સુલેમાનને રૂપિયા આપ્યા હતા પરંતુ પાછળથી સુલેમાન ઉર્ફે કાકાડાએ તેની પાસે મહિલાની અશ્લિલ વિડિયો ક્લિપ હોવાનું અને તે વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી નાણાં ખંખેરવાનું શરૂ કર્યું હતું. તેના બે ભાઈઓ હાજી અને હુસેન તેની મદદગારીમાં સામેલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...