ચોરી:મેઘપર બો.માં 50 હજારની LED લાઇટ-કેબલ ચોરાયા

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાં બે કંપનીને નિશાને બનાવતા તસ્કરો
  • ખેડોઈમાંથી​​​​​​​ 48 હજારના કેબલ-મોટર ઉપાડી જવાયા

અંજારના મેઘપર બોરીચી સીમમાં આવેલી કંપનીના ગોડાઉનમાંથી રૂ.50 હજારની કિંમતના એલઇડી લાઇટો તેમજ કેબલની ચોરી તેમજ ખેડોઇ પાસે આવેલી ખાનગી કંપનીમાંથી રૂ.48 હજારના કેબલની ચોરી એમ બે ચોરીની ઘટનાઓ એક જ દવસે નોંધાઇ છે.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મેઘપર બોરીચીમાં રહેતા મુળ હિસાર હરિયાણાના લાકડાના વેપારી સુશિલકુમાર ધરમપાલ ગર્ગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ,તેઓ તા.5/11 ના રોજ પોતાના વતન હતા ત્યારે મેઘપર બોરીચી સીમમાં આવેલા તેમના નિલકંઠ ટે્ડર્સના ગોડાઉનમાં રાખેલા રૂ.50,000 ની કિંમતનો લોખંડનો સામાન, એલઇડી લાઇટો તથા કેબલની ચોરી થઇ હોવાનું તેમણે અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. તો ખેડોઈની માન કંપનીમાં સિનિયર સિક્યોરિટી ઓફિસર તરીકે કામ કરતા વિપુલકુમાર નકુમની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 12/11ના રાત્રે 12થી સવારે 7 વાગ્યાના અરસામાં કંપનીના થ્રિ પ્લાન્ટ માંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ કુલ 12 મોટર તથા તેના વાયરો જેની કુલ કિંમત રૂ. 48 હજાર થાય છે તેની ચોરી કરી લીધી હતી.

બનાવ અંગે અંજાર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધી તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, અંજાર પંથકમાં શિયાળાની શરુઆતમાં જ તસ્કરીના બનાવો બનવાના શરુ થઇ ગયા છે ત્યારે પોલીસ દ્વારા શહેર ઉપરાંત તાલુકાના ગ્રામીણ વિસ્તારો અને ઔદ્યોગીક પટ્ટામાં કડક પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...