બેઠક:ભાજપ પાલિકાના 50 ટકા સભ્યો મીટિંગમાં ગેરહાજર

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નમોના જન્મ દિવસની ઉજવણીની બેઠક

નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે ભાજપ દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે આજે શહેર ભાજપ કાર્યાલય પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અપેક્ષીત કાર્યકરો ઉપરાંત પાલિકાના 47 ભાજપના સભ્યોને પણ આ બાબતે જાણ કરવામાં આવી છતાં 20થી 22 સભ્યો જ હાજર રહ્યા હતા. જેને લઇને ચર્ચાનો વિષય બન્યો હતો. સંગઠનના પણ બેથી ત્રણ હોદ્દેદારો ગેરહાજર જોવા મળ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.

મોદીના જન્મ દિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે દેવજીભાઇ આહિર, વિકાસભાઇ રાજગોર વગેરે માર્ગદર્શન આપ્યું હતું. પોસ્ટ કાર્ડ લખવા, મન કી બાત, નમો એપ 100 ટકા ડાઉનલોડ કરવા વગેરે મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પંકજભાઇ ઠક્કર, કુલદીપસિંહ ઝાલા, તુલસીભા ગઢવી, પાલિકાના બળવંત ઠક્કર, તારાચંદ ચંદનાની, કારોબારી સમિતિના ચેરમેન પુનીત દુધરેજીયા, મહેશ પુંજ, મનુભાઇ વણકર, સંજયભાઇ ગર્ગ, પપ્પુ ઘેડા, તેજસ શેઠ, સુરેશ મારાજ, એ.કે. સિંઘ, બાબુભાઇ ગુજરીયા, સરીતાબેન, મનીષા પટેલ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...