તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંડલા બંદરે મોટી દુર્ઘટના ટળી:ઈન્ડિયન મેરીટાઈમ દિવસના એક દિવસ અગાઉ જ રિશી શિપિંગના ડુબતા બાર્જમાંથી 5ને બચાવાયા, સ્થિતિ અંકુશમાં હોવાનો દાવો

ગાંધીધામ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાર્જને ખેંચી કિનારે લાવવામાં આવ્યું
 • ઓસ્ટ્રેલીયન કોલસાને લઈ આવેલા જહાજમાંથી 1700 મેટ્રીક ટન કોલસો લઈને આવતું હતું

આજે જ્યારે ઈન્ડીયન મેરીટાઈમ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ તેના એક દિવસ અગાઉજ કંડલાના કિનારે એક બાર્જ અને તેની સાથે 5 માનવ જીંદગીને ડુબતી બચાવી લેવાયાનો ઘટનાક્રમ સામે આવવા પામ્યો હતો.દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલાના જેટી નં. 7, 8 તરફ આવી રહેલું રીશી શીપીંગ નામક કંપનીના બાર્જ રીશી 1 અચાનક યાત્રીંક ખામીના લીધે તે ડુબવા લાગ્યું હતું અને આવું ત્યારે થઈ રહ્યું હતું જ્યારે તે મધદરિયે હતું અને તેમાં 1700 મેટ્રીક ટન કોલસો ભરેલો હતો.

કોઈ નુકસાન થયું નથીઃ પોર્ટ પ્રવક્તા
જે અંગે કંડલાના સિગ્નલ સ્ટેશનમાં જાણ કરાતા રેસ્ક્યુ માટે સનફ્લાવર નામક ટગને મોકલવામાં આવ્યું હતું, જેના થકી રીશી 1 માં ફસાયેલા 5 કૃ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા અને બાર્જને ખેંચીને કિનારે લઈ અવાયું હતું. પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે કોઇ ઓઈલ લીકેજ કે અન્ય બાબતના નુકશાનની ઘટના બની નથી, આ ઘટનામાં પોર્ટ પ્રશાસને સતર્કતા દાખવી મોટી ઘટના બનતા અટકાવી દીધી હતી.

અગાઉ પણ આવી ઘટના બની છે
અહીં નોંધવું રહ્યું કે, આ પ્રકારની અગાઉ પણ કંડલાના દરીયામાં ઘટનાઓ થઇ ચૂકી છે.સરકારી વ્યવસ્થાઓ ઉપર એકલ ખાનગી પેઢીનું પ્રભુત્વ વધવા પામે ત્યારે તેના દુરાગામી પરીણામો અલગ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ કરતા નજરે ચડે છે. જે તમામના સંદર્ભે માનવ જીવનનું મહત્વ સમજી તે દિશામાં યોગ્ય કામગીરી અને તપાસ હાથ ધરવામાં આવે અને સંબંધિતો વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવો સૂર ઉઠવા પામ્યો છે.

અગાઉ પણ યંત્રો ખોટકાયા હતા અને બાર્જ પર પાર્ટી યોજ્યાની પણ ચર્ચા!
કચ્છનો દરિયાકાંઠો સરહદી હોવાના કારણે સંવેદનશીલ ગણવામાં આવે છે ત્યારે તેના દરિયા પર તરતા દરેક બાર્જ, વહાણ પર દરેક વિભાગોની સતર્કતા અને નજર હોવી આવશ્યક બની રહે છે ત્યારે અગાઉ પણ કંડલાની બર્થ પર એકજ શીપીંગ કંપનીની વ્યવસ્થાઓમાં અકસ્માતોનો સીલસીલો સતત સામે આવી રહ્યો છે. જે વિરુદ્ધ કોઇ તકનીકી કાર્યવાહી કે તપાસનો આદેશ ન અપાતા આશ્ચર્ય પણ સર્જાયું છે. નોંધવું રહ્યું કે ગત વર્ષોમાં જાઈન્ટ કંપનીઓએ નિયમોને તાક પર રાખીને બાર્જ સાથે દરિયાને પણ પોતાનો ગણીને તેના પર ખાનગી પાર્ટી યોજ્યાના વિડીઓ, ફોટા વાઈરલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો