ખતરાની ઘંટડી:તબીબ, સરકારી અધિકારી, દંપતી સહિત 5 પોઝિટિવ

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ટ્રાવેલ હિસ્ટ્રી સાથે પોઝિટિવ આવતા દર્દીઓની સંખ્યામાં સતત થઇ રહ્યો છે વધારો
  • ગાંધીધામમાં 16 સક્રિય કેસઃ હૈદરાબાદ, અમદાવાદ, રાજસ્થાન જઈ આવેલાને આવ્યો કોરોના

ગાંધીધામ- આદિપુર સંકુલમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. રવિવારે નવા 5 કેસ માત્ર ગાંધીધામ સંકુલમાં નોંધાયા હતા,જે સાથે તાલુકામાં કુલ સક્રિય કેસોની સંખ્યા 16થવા પામી છે. આરોગ્ય વિભાગે બહાર પાડેલી યાદી અનુસાર રવિવારે ગાંધીધામના શહેરી વિસ્તારમાં 5નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું જણાવ્યું હતું. નવા આવેલા 5 પોઝિટિવ કેસમાંથી એક ખાનગી તબીબનો સમાવેશ થાય છે, જે તાજેતરમાં હૈદરાબાદ જઈ આવ્યા હતા.

આ સાથે ગોપાલપુરીમાં રહેતા કરમાળખા સાથે જોડાયેલા એક ઉચ્ચ અધિકારી પણ કોરોના પોઝીટિવ આવ્યા હતા. અમદાવાદમાં કામથી ગયેલો લીલાશાહમાં રહેતો યુવાન પોઝિટિવ આવ્યો હતો. તો શક્તિનગરમાં રહેતા અને મુંબઈથી પરત આવેલા પતી પત્ની પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આમ રવિવારે કુલ આવેલા 5 પોઝિટિવ કેસ સાથે ગાંધીધામ સંકુલમાં કુલ સક્રિય કેસોનો આંકડો 16એ પહોંચ્યો છે.

આજથી શરૂ તરુણોનું વેક્સિનેશનઃ ગાંધીધામમાં 28379ને રસી આપવાનું લક્ષ્યાંક, 80શાળાઓમાં થશે પ્રક્રિયા
આજ એટલે કે 03/01 અને 04/01ના ગાંધીધામ તાલુકાના 80 સરકારી,અર્ધ સરકારી અને ખાનગી સ્કૂલ તેમજ કોલેજમાં ભણતા 15-18 વર્ષ ના અંદાજીત 18000 બાળકો અને ન ભણતા બાળકો મળી ને કુલ 28,379 નું રસીકરણ કરવા માટેનું લક્ષ્ય નિર્ધારીત કરાયું છે. શાળા એ ન જતા બાળકો નજીક ની સ્કૂલ માં જઈને રસીકરણ કરાવી શકશે. સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી આ માટે તમામ સેન્ટર ચાલુ રહેશે, જરુર પડ્યે તેનો સમય પણ થોડો વધારાશે. તેમજ જે તરુણ પાસે આધાર કાર્ડ નહિ હોય તેને પણ અલાયદી વ્યવસ્થાથી વેક્સિન અપાય તેમ આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...